________________
જૈનધમ ના પ્રાણ
આપણે ઉપરના સક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક ( મિથ્યાદૃષ્ટિ) અને માહ ( તૃષ્ણા ) એ એ જ સંસાર છે અથવા સંસારનાં કારણા છે. તેથી ઊલટુ', વિવેક અને વીતરાગત્વ એ જ મેાક્ષ છે અથવા મેાક્ષને માર્ગ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથમાં અનેક રીતે, સક્ષેપ કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વ`વેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દનામાં પશુ પદે પદે નજરે પડે છે.
કંઈક વિશેષ સરખામણી
૯૨
ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીને બહુ જ ટ્રકમાં નિર્દેશો છે. એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય ખીજા દનેાના વિચારા સાથે કાંઈક સરખામણી કરવી યાગ્ય છે.
() જૈન દર્શન જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દન સંમત સત્—તત્ત્વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત્ સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ શાંકર વેદાંત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી. પરંતુ જેમ સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દન સત્-તત્ત્વને તદ્દન સ્વતંત્ર તેમ જ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન એ ભાગામાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સત્—તત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી એ પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને ચેાગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્ય સ્વરૂપ ભલે જડ અને ચેતન એ પદાર્થો ઉપરથી ઘડાતું હાય, છતાં એ કાર્યની પાછળ કાઈ અનાદિસિદ્ધ સમ ચેતનશક્તિને
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org