________________
૭૦
જૈનધર્મને પ્રાણું અને ઔપનિષદ દર્શનના આદ્ય દ્રષ્ટા આવા જ તત્વજ્ઞ ઋષિઓ હતા. નિવર્તક ધર્મના કઈ કઈ પુરસ્કર્તા એવા પણ થયા કે જેમણે તપ, ધ્યાન અને આત્મસાક્ષાત્કારમાં બાધક ક્રિયાકાંડનો તે આત્યંતિક વિરોધ કર્યો, પણ એ ક્રિયાકાંડની આધારભૂત શ્રુતિનો સર્વથા વિધિ ન કર્યો. એવી વ્યક્તિઓમાં સાંખ્ય દર્શનના આદિ પુરુષ કપિલ વગેરે
ઋષિ હતા. એ કારણે જ સાંખ્ય-ગદર્શન મૂળમાં પ્રવર્તક ધર્મનું વિરોધી હોવા છતાં અંતે વૈદિક દર્શનેમાં સમાઈ ગયું.
સમન્વયની આવી પ્રક્રિયા આ દેશમાં સકાઓ સુધી ચાલતી રહી. પછી બને ધર્મોમાં કેટલાક એવા એકાંતવાદી થતા રહ્યા કે જેઓ પોતપોતાના પ્રવર્તક કે નિવર્તક ધર્મ સિવાય બીજા પક્ષને ન તે માનતા હતા, કે ન તે એને સારો કહેતા હતા. ભગવાન મહાવીર અને બુદ્ધિથી પહેલાં પણ નિવર્તક ધર્મના આવા એકાંતવાદી અનેક પુરસ્કર્તા થયા છે. પણ મહાવીર અને બુદ્ધના સમયમાં તે આ દેશમાં નિવર્તક ધર્મની પિષક એવી અનેક સંસ્થાઓ હતી અને બીજી અનેક
એવી ઊભી થઈ રહી હતી કે જે પ્રવર્તક ધર્મને સજ્જડ વિરોધ કરતી હતી. અત્યાર લગી નીચલાથી ઉપલા સુધીના વર્ગોમાં નિવૃત્તિધર્મની છાયામાં વિકાસ પામનારા વિવિધ તપનુષ્ઠાન, વિવિધ ધ્યાનભાગ અને જુદા જુદા પ્રકારના ત્યાગમય આચારને એટલે બધો પ્રભાવ વિસ્તરવા લાગે હતો કે મહાવીર અને બુદ્ધના સમયમાં પ્રવર્તક અને નિવક ધર્મ વચ્ચે ફરી એકવાર પ્રબળ વિરોધનો વંટોળ ઊડ્યો, જેની સાબિતી આપણને જૈન–બૌદ્ધ વાલ્મમાં તેમ જ સમકાલીન બ્રાહ્મણ વાલ્મયમાં મળે છે. તથાગત બુદ્ધ એવા પકવ વિચારક અને દઢ હતા કે એમણે પોતાના નિવક ધર્મમાં પ્રવર્તક ધર્મના આધારરૂપ મંતવ્ય અને શાસ્ત્રોને કઈ રીતે આશ્રય ન આપો. દીર્ઘતપસ્વી મહાવીર પણ એવા જ કદર નિર્તકધમી હતા. તેથી આપણે જોઈએ છીએ કે પહેલાંથી અત્યાર સુધી જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં અનેક વેદાનુયાયી બ્રાહ્મણે દીક્ષિત થયા, તે પણ એમણે જૈન અને બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org