________________
૧૦૮
શ્રી શાંતસુધારસ :
તસ ચરણસેવક વિનય ભગતે ગુણ્યા શ્રી જિનરાજ એ, ૧૬ સસિકલા સંવત વર્ષ ૮ વસુ ૯ નિધિ ફળ્યા વંછિત કાજ એ.
કૃતિ સામાન્ય છે. ઐતિહાસિક નજરે ઉપયોગી છે. આમાં ૧૪ કડી છે અને સૂરતના અગિઆર દેરાસરના નામ આપ્યા છે તેમાં અનુક્રમે આ પ્રમાણે મૂળનાયક છે.–૧ રાષભદેવ, ૨ શાંતિનાથ, ૩ ધર્મનાથ, ૪ પાર્શ્વનાથ, ૫ સંભવનાથ, ૬ ધર્મનાથ, ૭ અભિનંદન, ૮ પાર્શ્વનાથ, ૯ કુંથુનાથ, ૧૦ અજિતનાથ અને ૧૧ ચિંતામણિ પાર્શ્વનાથ.
આવા પ્રકારની તીર્થમાળ લખવાને અગાઉ ખૂબ રિવાજ હતો એમ જણાય છે. પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં આવી પચવીશ માળાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી નોંધ લેવા જેવી ઐતિહાસિક હકીકત એ છે કે સં. ૧૬૮૯ માં વિજયદેવસૂરિના રાજ્યમાં વિજયસિંહસૂરિને તપગચ્છના સ્તંભ તરીકે સ્વીકારી તેમની આજ્ઞામાં પિતે અને પોતાના ગુરુ હતા એમ આ કૃતિમાં જણાવ્યું છે.
આનંદ લેખસંસ્કૃત લેખ છે. આ લેખ પ્રસિદ્ધ નથી. તેને સાર જેનયુગમાં પુ. ૫. પૃ. ૧૬૫–૮ માં તેના વિદ્વાન તંત્રી શ્રી મેહનલાલ દેસાઈએ આપે છે. આ આનંદ લેખની કૃતિ સં. ૧૬૯૭ માં બની છે. એમાં ૨૫૧ લેક છે, જુદા જુદા છેદો છે અને તેમાં કેટલાંક ચિત્રકાવ્યું છે. એના પાંચ અધિકાર પાડ્યા છે. પહેલા અધિકારમાં ૫૧ શ્લોક છે અને તેનું નામ પ્રથમવયવવ્યાવણનરૂપ ચિત્ત-ચમત્કાર રાખ્યું છે. બીજામાં ખંભાતનું વર્ણન છે. ત્યાં તે વખતે વિજયાનંદસૂરિ બિરાજતા હતા. તે અધિકારમાં ખંભાતના પ્રવાળા જિનગૃહનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
FO
|
www.jainelibrary.org