________________
ગ્રંથન્કની કૃતિઓઃ
૧૦૫
ગ્રંથાચં(૩૨ અક્ષર એક ગ્રંથાર્ગ)ને હિસાબે તેના ૩૫૭ લેક થાય છે એમ પ્રતિઓમાં જણાવ્યું છે. સં. ૧૭૨૩ માં શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છની પાટે પટ્ટધર ગચ્છાધિપતિ હતા.
આ ગ્રંથ પર પંન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. ગ્રંથ અદ્વિતીય છે, શાંતરસથી ભરેલું છે અને આત્માને ઉદ્દેશીને જે ઉપદેશાત્મક છેડા સુંદર ગ્રંથો જાયેલા છે તે પૈકીને આ ગ્રંથ છે. એવા ગ્રંથમાં વિદ્વત્તા બતાવવાનો કે ચર્ચા ઉપસ્થિત કરવાનો ઉદ્દેશ હોતો નથી. ચેતનજી સાથે વાત કરવા માટે જાયેલ અપૂર્વ આંતર (Subjective) ગ્રંથ છે.
સંસ્કૃત ભાષામાં ગ્રંથ હોય છતાં દેશી રાગમાં ગાઈ શકાય તે આ જૈન સાહિત્યમાં એક જ અદ્વિતીય ગ્રંથ છે અને સંસ્કૃત સાહિત્યમાં એની કક્ષામાં મૂકી શકાય તેવું “ગીતગોવિંદ' નામનું પુસ્તક છે. એના પર વિસ્તૃત વિવેચન આ ઉપોદઘાતની શરૂઆતમાં કરેલ હોવાથી અત્ર તે પર પુનરાવર્તન કરવામાં આવતું નથી. ષત્રિશત્ જપ સંગ્રહ–
ઉત્તરાધ્યયનની જાણીતી મોટી ટીકા રચનાર શ્રીભાવવિજયે (વિજયદાનસૂરિના શિષ્ય) સં. ૧૬૬૯ મા ષત્રિશત્ જલ્પ નામને ગ્રંથ સંસ્કૃત પદ્યમાં રચ્યો; તેમાં તે સમયની પ્રચલિત શાસનની સ્થિતિ બતાવી છે. આ ગ્રંથનું સંક્ષિપ્ત સંસ્કૃત ગદ્યમાં વિનયવિજય ઉપાધ્યાયે બનાવ્યું. આ ગ્રંથ અપ્રસિદ્ધ છે. (જે. સા. ઈ. પૃ. ૬૪૯) અહંન્નમસ્કારસ્તોત્ર
અપ્રસિદ્ધ. સંસકૃત. (જે. સા. ઈ. પૃ. ૬૪૯) (ઉદેપુર ભંડારમાં પ્રત છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org