________________
શ્રી શાંતસુધારસઃ
श्रीविजयसिंहसूरिजर्जीयाजयवति गुरौ गते स्वर्ग । श्रीविजयप्रभसूर्युिवराजो राजतेऽधुना विजयी ॥ ३ ॥ खेन्दुमुनीन्दुसितेऽब्दे विक्रमतो राजधन्यपुरनगरे । श्रीहीरविजयसूरेः प्रभावतो गुरुगुरोविपुलात् ॥४॥ श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । हैमव्याकरणस्य प्रथितेयं प्रक्रिया जीयात् ॥ ५ ॥
હેમચંદ્રાચાર્યની કૃતિ પ્રકાશમાન રૂપ અને અર્થના સમૂહરૂપ હૈમવ્યાકરણ તો રતનનો ભંડાર છે. એ ભંડારની અર્ગલા ( આગળીઓ) તેડતી (ઉઘાડતી) આ રચના નાનકડી સરખી કુંચી છે તેને તમે સ્વીકાર કરે. ૧.
શ્રી હીરવિજયસૂરિને પાટે શ્રી વિજયસેનસૂરીશ્વર થયા. તેઓશ્રીની પાટ ઉપર હાલમાં શ્રી વિજયદેવસૂરિ વિજયવંતા વતે છે. ૨.
જયવંતા ગુરુ શ્રી વિજયસિંહસૂરિ સ્વર્ગ ગયે છતે અત્યારે શ્રી વિજયપ્રભસૂરિની યુવરાજ તરીકે પ્રકાશે છે. ૩.
વિકમથી ૧૭૧૦ વર્ષે રાંધણપુર નગરે શ્રી હીરવિજયસૂરિના વિસ્તૃત પ્રભાવથી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે હૈમવ્યાકરણની આ પ્રક્રિયા બનાવી તે જય પામે. ૪-૫. ”
આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ ગ્રંથ સં. ૧૭૧૦ માં શ્રી રાંધણપુર નગરમાં રચાયે. વિશેષ હકીકત એમ જણાય છે કે સંવત ૧૭૧૦ માં જ્યારે આ ગ્રંથની રચના થઈ ત્યારે આચાર્ય વિજયસિંહસૂરિ સ્વર્ગગમન કરી ગયા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org