________________
ગ્રંથન્કર્તા નીતિઓ :
૩૦ મા સર્ગમાં સામાન્ય જિનેશ્વરોની જન્મથી માંડીને નિર્વાણ પર્વતની સર્વ પરિસ્થિતિનું વિસ્તારથી વર્ણન આપેલું છે.
૩૧ મા સર્ગમાં ચક્રવતીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવ નિધિ ને ચંદ રત્નનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે.
મા સર્ગમાં ઋષભાદિ જિનેશ્વરોનું પૂર્વભવથી માંડીને સંક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે.
૩૩ મા સર્ગમાં આ અવસર્પિણમાં થયેલા ચકવતી, વાસુદેવ, બળદેવ વિગેરે પુરુષોનું ચરિત્ર વર્ણવેલું છે.
૩૪ મા સર્ગમાં આ પાંચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદય તથા આચાર્યોનું વર્ણન, તેમના નામે અને એ મહાત્માઓની કુલ સંખ્યા બતાવી છે. ત્યારપછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનાર તીથે વિચ્છેદાદિ સ્થિતિ, શત્રુંજય ગિરિની વૃદ્ધિ-હાનિ અને છઠ્ઠા આરામાં બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે. તેમજ ઉત્સપિણમાં ઉત્કૃષ્ટ પણે થનારી બધી સ્થિતિ, પર્યાયવૃદ્ધિવડે વધતી છએ આરાની સ્થિતિ, આવતી ઉત્સર્પિણીમાં થનારા જિન તથા ચક્રો વિગેરેનું વર્ણન આપવામાં આવ્યું છે.
૩૫ મા સર્ગમાં ચાર પ્રકારના પુદગળપરાવર્તનનું સ્વરૂપ, દારિકથી માંડીને કાર્મણ સુધીની આઠે વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના સ્પદ્ધકનું સ્વરૂપ, અતીત, અનાગતકાળનું માન ઇત્યાદિ પરિકીર્તનવડે દિષ્ટ (કાળ) લિક સંપૂર્ણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org