________________
२
શ્રી વિનયવિજય ઉપાધ્યાય
C
શ્રી શાંતસુધારસ’ જેવા અપ્રતિમ ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી અને તેમના સમયના સંબંધમાં કેટલીક હકીકત રજૂ કરવી પ્રસ્તુત છે. કાઇ પણ પુસ્તક જે સમયમાં લખાયું હોય તે સમયના ઇતિહાસને જાણવાથી પુસ્તક સમજવામાં ઘણી સરળતા થાય છે, કારણ કે લેખક ગમે તેટલા પ્રતિભા અને પ્રજ્ઞાસંપન્ન હૈાય તે પણ તેના સમયની અને તેની આજુબાજુના વાતાવરણની તેના પર અસર થયા વગર રહેતી નથી. સમાન્ય સત્યે રજૂ કરવાના હાય તેની ભાષામાં અને તેનાં દ્રષ્ટાંતાની રચનામાં પણ સમયની અસર જરૂર થાય છે; તેથી કાઈ પણ પુસ્તક વિવેચકષ્ટિએ સમજવાની ઇચ્છા હાય તેણે પુસ્તકના લેખકના અને તેના સમયના પિરચય મેળવવે ઘટે.
સામાન્ય રીતે ઇતિહાસની બાબતમાં હિંદમાં બહુ અપ સાધના મળે છે એ તા આપણી જૂની રિયાદ છે. પ્રમાણમાં જેનાએ થાડાઘણેા ઇતિહાસ જાળવી રાખ્યા છે તેટલે અંશે આનદદાયક હકીકત ગણાય, છતાં ત્યાં પણ કાઇ પણ લેખક વ્યક્તિને સીલસીલાબંધ ઈતિહાસ મળે એવું તે એકાદ એ અપવાદ બાદ કરતાં ભાગ્યેજ શકય છે. આવા સચેગામાં ઉપલબ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org