________________
ગ્રંથ-પરિચય :
૩૧
કાઇ પણ સ્થળે એમણે કશતા આવવા દીધી નથી. ભાષાની નજરે જોઇએ અથવા કાવ્યની નજરે જોઈએ તેા જયદેવનું ગીતગોવિંદ જરૂર વધારે ઉચ્ચ સ્થાન લે તેવું છે, જયદેવ શબ્દોની પસંદગીમાં વધારે સફળતા મેળવી શક્યા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી; છતાં આ શાંતસુધારસ ગ્રંથ સુંદર ભાષામાં-ગેય ભાષામાં—શ્રુતિપટુ સુંદર શબ્દરચનામાં રચી શકાયા છે એ અતિ વિશિષ્ટ હકીકત છે. અત્યારે જેમ સ્ત્રીપાત્ર વગર નાટક કે શબ્દચિત્ર લખવું અશક્ય મનાય છે, તેમજ શૃંગારની પાષણા વગર કાવ્ય કે ગેયરચના અશક્ય જ મનાય છે, એ અશક્ય વાતને શકય કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજય જરૂર અભિનંદનને પાત્ર છે.
ગ્રંથપદ્ધતિ——
આખા શાંતસુધારસ ગ્રંથની ગાથા ૨૩૪ નીચે પ્રમાણે છે.
શરૂઆતમાં ૮ ગાથા ( લેાકેા ) પ્રસ્તાવના અને ઉપેાઘાત જેવા છે. છેવટે પ્રશસ્તિના ૭ શ્લેાકેા છે.
બાકી સેાળ ભાવનામાં અનુક્રમે ૩-૩-૪-૫-૫-૫-૫-૫૭-૭-૭-૭–૮–૭–૭ અને ૫ મળીને ૯૧ લેાક છે. આ શ્લેાકા ખૂબ પ્રોઢ ભાષામાં છે અને તેમાં મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત, અગ્ધરા, માલિની, શાલિની, શિખરિણી વગેરે વૃત્તો બહુ આકર્ષીક રીતે વપરાયા છે.
તે ઉપરાંત દરેક ભાવના પર અષ્ટક લખેલ છે તેના સેાળ ભાવનાના ૧૨૮ શ્લેાકા થાય છે. એ ગેય અષ્ટકા મૂળ રાગેામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org