________________
પ્રખ્ય૫રિચયું?
૨૭ આ પ્રમાણે કવિ લેખક પોતે દેશના રાગે બતાવે છે અને સાથે કઈ કઈ પ્રતિમાં ઉપરનાં રાગોનાં નામો પણ આપ્યાં છે. એ રાગમાં ગાનાર ગવૈયાને મને હજુ એગ થયો નથી, પણ હું એને અર્થ એ સમજું છું કે એ પ્રત્યેક રાગ કે રાગિણીમાં જે શબ્દમેળ હોય તે આમાં છે. મતલબ એ રાગમાં પણ એ બરાબર ગાઈ શકાય તેવું હશે.
ભાષાસાષ્ઠવ, શબ્દ પસંદગીની વિશાળતા અને ભાષા પર અસાધારણ કાબૂ સાથે વ્યાકરણમાં રમણતા હોવાથી શબ્દની વિશુદ્ધિ, પસંદગીમાં વિશાળતા અને વિભક્તિ, જાતિ, સમાસ અને કૃદંતકારક આદિની પસંદગીમાં સુકરતા હાઈ કાવ્યની નજરે આ શબ્દચિત્રમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બને આવી શક્યા છે અને એ વસ્તુસ્થિતિને કાવ્યરસિકોએ લાભ લેવા યોગ્ય છે. ગીતગોવિંદ. (પંડિત જયદેવ)
સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ અજોડ છે એમ બતાવવાને પ્રયાસ કરવા પહેલાં એની કક્ષામાં મૂકી શકાય તેવા ગ્રંથ સંબંધી કેટલીક હકીકત જણાવવી ઉચિત છે. ગ્રંથ સંસ્કૃતમાં હોવા છતાં દેશી રાગમાં ગાઈ શકાય તે જૈન સાહિત્યમાં બીજો એક પણ ગ્રંથ મારા જેવામાં આવ્યો નથી અને સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં પંડિત જયદેવ કવિવિરચિત જાતજવિન્દ્ર નામને કાવ્યગ્રંથ જેવામાં આવ્યું છે. એ ગીતગોવિંદ કાવ્ય પર કુંભરાજે “રસિકપ્રિયા” નામની અને મહામહોપાધ્યાય શ્રી શંકરમિથે “રસમંજરી” નામની ટીકાઓ લખી છે. એ ગ્રંથને સને ૧૮૯ માં રા. રા. મંગેશ રામકૃષ્ણ તેલંગે નિર્ણયસાગર પ્રેસ મારફત છપાવી બહાર પાડ્યો છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org