________________
ગ્રંથપરિચઃ
૨૫ જમાવટ કરતાં આવડતી હોય તેની પાસે આ ગ્રંથને કઈ પણ ભાગ ગવરાવ, એના દેશી રાગની ગેયતા એક વાર સાંભળી લેવી, પછી એમાં બહુ ભારે મજા આવે તેવી આખી કૃતિમાં ખૂબી છે. એમાં ખરી ખૂબી એ છે કે એક વાર કઈ ભાવનાને વાંચવામાં આવે તો પ્રથમ એનાં સ્ત્રગ્ધરા કે શિખરિણું આદિ વૃત્તો વાંચવા અને છેવટે ગેયાષ્ટક ગાવું. એને રાગ એક વખત બેસી જશે તો એની કૃતિમાં એવી ખૂબી છે કે આખું ગાન મુખપાઠ થઈ જશે, એક વાર ગવાયા પછી બીજી વાર ગાવાનું મન થશે અને એવી રીતે થોડી વખત પુનરાવર્તન થશે એટલે ક્ષપશમ પ્રમાણે મુખે થઈ જશે. પછી તે જ્યારે જ્યારે અવકાશ મળશે ત્યારે ત્યારે એનું પરિશીલન થશે અને એ ગાવામાં અંતરના ઉમળકા આવશે. જેને સંસ્કૃતમાં ધ્વનિકાવ્ય અથવા શબ્દાલંકાર કહે છે એની છાયા એમાં ભરપૂર જણાય છે. જ્યારે સુંદર શબ્દચિત્ર કાનમાં ગુંજારવ કરે ત્યારે શબ્દાલંકાર બરાબર જામે છે. અર્થાલંકાર તે અર્થ આવડે, તેમાં ચિત્ત પરોવાય અને તે મગજમાં જામે ત્યારે મજા આપે છે, પણ શબ્દાલંકાર તે અર્થ આવડે કે ન આવડે તો પણ શબ્દરચનામાં જ મજા આપે છે. આ જાતની ચમત્કૃતિ સોળે ભાવનામાં બરાબર છે. આનંદની વાત એ છે કે લેખકશ્રીની ભાષા ભાવવાહિની અને અર્થાલંકારમય હોવા ઉપરાંત શબ્દની પસંદગી અને ગેયતાની ભવ્યતા તેઓશ્રી એવી સારી અને સાદી રીતે લાવી શક્યા છે કે એના મર્મમાં ઉતર્યા વગર પણ એ ખૂબ આનંદ આપે અને કાનમાં ગુંજારવ કર્યા જ કરે.
દાખલા તરીકે બારમી ભાવનાનો પરિચય ક છઠ્ઠો લઈએ. (ભાગ બીજે પૃ. ૧૦૮) એની ભાષા વિચારી છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org