________________
: :
શાંતસુધારસ ગ્રંથ
Jain Education International
ગ્રંથની યાજના—
આ ગ્રંથની યાજના બહુ સફળ રીતે કરવામાં આવી છે. એના એ વિભાગ પડી શકે છે. એના પ્રથમ વિભાગમાં બાર ભાવનાઓ આપી છે. એને ધર્મનું અનુસંધાન કરાવનાર ભાવના કહેવામાં આવી છે. ધર્મ ધ્યાનની હેતુભૂત એ ભાવનાઓ ભાવવાથી આત્મા આદપ્રદેશમાં વિહરી શકે, વિચરવા ચેાગ્ય વાતાવરણ જમાવી શકે એ સ્થિતિ ભાવનાઓમાંથી જામે છે. અનત ગુણૈાથી યુક્ત ચેતન-આત્માની એ ગુણવત્તા અત્યારે દખાઇ ગયેલ છે, એનુ શુદ્ધ કાંચનત્વ અત્યારે ચીમળાઈ ગયું છે, એના શુદ્ધ જ્ઞાન–પ્રકાશ પર અત્યારે આવરણા–આચ્છાદના ચઢી ગયાં છે, એને એના અસલ સ્વરૂપે પ્રક્ટ કરવા માટે તદ્યોગ્ય વાતાવરણ તૈયાર કરવું ઘટે અને તેમ કરવાના અતિ સુંદર પ્રસંગ વિચારવાતાવરણ જમાવવામાં પ્રાપ્ત થાય છે. માનસવિદ્યા( Psychology )ના એક નિયમ છે કે કાઇ પણ પરિણામ નીપજાવવુ હાય તા પ્રથમ તે માટે તેને અનુકૂળ વાતાવરણ નીપજાવવું ઘટે. દાખલા તરીકે આપણે બહારગામ જવું હોય તેા પ્રથમ જવુ છે એવી વાત શરૂ થાય, પછી તે મનમાં જામે, પછી નિર્ણય થાય, પછી તેને યાગ્ય સામગ્રીની તૈયારી થાય, પછી સાધના મેળવાય અને તેને રિણામે બહારગામ જવાય. તે જ પ્રમાણે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાના આશય હાય તા તદ્યોગ્ય વાતાવરણ જમાવવા
શ્રી શાંન્તસુબ્બારસઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org