________________
માગશ્ચ ભાવના
૩૩
એ સંજ્ઞા જ્ઞાન માટે એકાક્ષરી કેશ જે. અહીં જે ચાર સંજ્ઞા આપી છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે. શિખી (અગ્નિ) ૩; નયન (આંખ) ૨ સિધુ ( સમુદ્ર) ૭, શશિ ( ચંદ્ર ) ૧
એ અંકને ઉપરના નિયમે ઉલટાવતાં વિક્રમ સંવત્ સત્તરશે ને ત્રેવીશ (૧૭૨૩) પ્રાપ્ત થાય છે.
આ ગ્રંથ ગધપુર નગરમાં પૂરે થયેલ છે. એ ગંધપુર તે ગાંધાર જંબુસર પાસે છે તે સંભવે છે. ત્યાં અત્યારે જેન વસ્તીનું નામ નથી. અઢારમા સકામાં એની જાહોજલાલી કેવી હતી તે પર વિવેચન શ્રી વિનયવિજયના જીવનવૃત્તમાં જોવામાં આવશે.
આ ગ્રંથ પૂરો થશે ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ હતા. એમને જન્મ વિ. સં. ૧૬૭૫, દીક્ષા સં. ૧૬૮૯, આચાર્ય પદ સં. ૧૭૧૩, સ્વર્ગગમન સં. ૧૭૪૯૦ તે સમયે જૈન સમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુઓ એમનું જીવનવૃત્ત.
૬. આ ગ્રંથના સળ પ્રકાશ (પ્રકરણે) પાડવામાં આવ્યા છે. પ્રત્યેકમાં એક એક ભાવના ગાઈ છે.
૭. પ્રાંતે શુભ ઈચ્છાપૂર્વક આશીર્વચન છે.
इति प्रशस्तिपरिचय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org