________________
માધ્યસ્થ ભાવપ્ના
३६६
એના કર્મ ઉપર છોડી દેવાની વૃત્તિને “ઉપેક્ષા” કહેવાય. પાપ કરનારને પાપમાંથી છોડાવવાને અથવા તેને ઠેકાણે લાવવાને અન્ન પ્રતિબંધ નથી. એ સર્વ કર્યા પછી પણ પ્રાણું પાપકાર્યમાંથી નિવૃત્ત ન થાય તે તેના તરફ બેદરકારી રાખવી. “એ જાણે અને એનાં કર્મ જાણે.” આવા પ્રકારની ચિત્તવૃત્તિ થાય તેને ઉપેક્ષા કહેવામાં આવે છે.
ઘણી વખતે પાપની વાત સાથે આપણને સીધો સંબંધ હેતો નથી. અમેરિકા કે યૂરોપમાં કઈ ખૂની, લુંટારા, દગાબાજી કરનારાની વાત વાંચીએ તે વખતે તેના તરફ ઉપેક્ષા જ શક્ય છે અને પાપના પ્રકારો તે એટલા છે કે તેના પ્રાણીના ભેદ કરતાં પણ વધારે ભેદે કલ્પી શકાય. આ સર્વના સંબંધમાં આપણે શું કરી શકીએ ? નકામી એવી વાતની ચર્ચા કરી મનને બગાડવામાં લાભ નથી. આવી સમજણ નિત્ય આચારમાં ઉતરે એ આ ભાવનાનો ઉદ્દેશ છે.
આ ભાવના અને મુદિતા–પ્રમાદ ભાવના અનુક્રમે પાપ અને પુણ્ય સંબંધી વિચારણા કરે છે. પ્રમાદમાં પુણ્ય તરફ પ્રશંસા થાય છે ત્યારે આ ઉપેક્ષા ભાવનામાં પાપ તરફ ઉદાસીનભાવ થાય છે. આ બન્ને ભાવનાના સંબંધમાં પ્રો. કણીઆ પાતંજલ ચગદર્શનમાં લખે છે કે-“અન્ય ભાવનામાં મુદિતા તથા ઉપેક્ષા છે. મુદિતા એટલે પ્રીતિ અને ઉપેક્ષા એટલે ઉદાસીનપણું પુણ્ય કરનાર જનો વિષે પ્રીતિની ભાવના તથા પાપી વિષે ઉદાસીન વૃત્તિ સાધકે રાખવી. પ્રાય: લેકે પુણ્યનાં ફળની ઈચ્છા રાખે છે છતાં પુણ્ય કરતા નથી અને પાપનાં ફળની અનિચ્છા છતાં પાપ કરે છે, તેથી પાછળથી “મેં કેમ પુણ્ય ન કર્યું? મેં
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org