________________
૩પ૬
શ્રીબ્રાંતસુધારાસ હાય. એને દંભ ગમે નહિ, દેખાવ પાલવે નહિ, છળ ગમે નહિ, કપટ આવડે નહિ અને કોઈની ઉપર ખોટો લાભ લે ગમે નહિ. મધ્યસ્થ દેખાવાને એ કદી દંભ ન કરે. એને અંતરથી મધ્યસ્થ વૃત્તિ ગમે અને તે પર તે પિતાના વર્તનની રચના કરે. ઉદાસીન ભાવ અને દંભને સંબંધ અશક્ય છે. દંભ હોય ત્યાં ઉદાસીનતા રહી શકે નહિ.
(ગ) તું જડ વસ્તુ કે જડભા પર બેટે આધાર રાખે છે. પુગળ તારાં નથી, તે પુગળને નથી, એને વશ પડવાથી તું ઉદાસીન રહી શક્તો નથી. પરજન સંબંધ કે તેને વશવતત્વ જેટલું ભયંકર છે તેટલું પરવસ્તુના સંબંધમાં પણ ભયંકરત્વ છે. એક ચા કે દારુની ટેવ હોય તો પરવશતા કેટલી પ્રગતિ રોકે છે એ વાત પર વિવેચનની ભાગ્યેજ જરૂર હોય. એ જ પ્રમાણે મનેવિકારનું વશવતત્વ પણ પરવશતા જ છે. મનોવિકારે પણ ઉદાસીનતાના વિરોધી છે.
આ ત્રણે વાત ઉદાસીન ભાવનામાં કહેવાનું કારણ એ છે કે તારું આયુષ્ય ઘણું મર્યાદિત છે. તું અહીં બહુ બહુ તે પણ કેટલાં વર્ષ રહેવાને છે? એમાં પુદુગળનું વશવતત્વ કે પરભાવનું વશવતત્વ તને ભારે પડી જશે, માટે ઉપરની ત્રણે બાબતો સુધારી લે અને ઉદાસીન ભાવ સ્વીકાર, સમજ, આદર.
૭. આ દાસીન્ય મહાન તીર્થ છે.
તીર્થ' શબ્દના ઘણા અર્થ છે. તીર્થ એટલે મોટી નદી ઉતરવાને ઘાટ. ઓવારે. સંસારસમુદ્ર કે મેટા નદને ઉતરવા માટે એ વારે છે. તીર્થ એટલે માર્ગ. રસ્તો. ઉદાસીનતા ખરે રસ્તો છે, પવિત્ર માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org