________________
૩૫૪
શ્રીષ્ણાંતસુધારસ
વ્યક્તિને સુધારવા પ્રયત્ન કર, ઉપદેશ આપ; છતાં પણ એના મન પર એને કાબુ ન હોય તો તારે વાત મૂકી દેવી. તારે ગુસ્સે થવાનું કે તારું પોતાનું લેહી ગરમ કરવાનું કાંઈ કારણ નથી. તારે પ્રયાસ છતાં પ્રાણ પાપકર્મથી ન મૂકાય તે તેનો એ જ વિકાસ થયો છે એમ સમજી તું તારા કાર્યમાં રક્ત રહેજે.
પ્રત્યેક પ્રાણુનું માનસિક બંધારણ જુદા જુદા પ્રકારનું હોય છે, જેને જેટલે વિકાસ થયો હોય તે ધરણે તે વર્તે છે, તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે અને કેનું શું થયું ? તે અટકાવી શકવાની તારામાં શક્તિ નથી, એટલી વાત ધ્યાનમાં રાખી સાચા માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે યોગ્ય પ્રયત્ન જરૂર કરજે, પણ ધારેલ પરિણામ ન આવ્યું તારા મનને અસ્થિર કરીશ નહિ. તું વિચારજે કે તેં તારી સમજ પ્રમાણે પ્રયાસ કર્યો છે અને એટલા ખ્યાલથી સંતોષ પામજે.
આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશક્ય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હોય તો સર્વ સ્થાને ચંદરવા ન બંધાવી શકાય, પણ ગરમી ઓછી કરવા બીજા પ્રયત્નો થઈ શકે. આવી શુભ બાબતમાં એગ્ય પ્રયત્ન કરવાની ના નથી, પરંતુ અશક્ય વાતે વિચારવી તે ગાંડપણ છે. પોતાની શક્તિ, આવડત અને સંગેને અનુસાર પ્રયત્ન કરતાં ફળ ન દેખાય તો મુંઝાવાનું નથી. એ વખતે મનની સ્થિરતા રાખવી એ ઉદાસીન ભાવ છે.
વળી અન્યની ભવિતવ્યતા દુર્વાર છે એ વાત તારે છેવટે દિલાસારૂપે અને ઉદાસીન ભાવની ખીલવણી પૂરતી જ વિચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org