________________
ગેયાષ્ટક-
૪
માધ્યશ્ચભાવના –
૧. વિનય ! આત પ્રધાન ઉદાસીનતાના સુખને તે અનુભવ કર, નિરંતર અનુભવ કર. એ ઉદાસીન ભાવનું સુખ પરમ કલ્યાણની સાથે સંગતિ કરાવી આપનાર છે, સર્વ સુવિહિત શાસ્ત્રોનો સાર છે અને ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે, માટે એ ઉદાસીનતાના સુખને અનુભવ.
૨. પરચિંતાનો વિકલ્પ જાળને તજી દે અને તારું પોતાનું અવિકારી તત્વ (આત્મસ્વરૂપ) ચિંતવ. કેઈ માણસ(ઘણું) બોલે છે પણ કાંટાવાળા કેરડાને માત્ર ઉપાર્જન કરે છે અને કોઈ બીજો આંબા(નાં ફળ)ને એકઠાં કરે છે–ચુંટે છે.
૩. જે કઈ(પ્રાણ)ને હિતને ઉપદેશ કરવામાં આવે તેને તે સહન કરી લે નહિ–તેના ઉપર રુચિ પણ આણે નહિ, છતાં તેના ઉપર તું કેપ કર નહિ. પારકા માણસ સંબંધી અર્થવગરની નિષ્ફળ ચિતા કરીને તું શા માટે તારા પોતાનાં સુખને નાશ કરે છે?
૪. કેટલાક મૂર્ખશિરોમણિએ સુશાસ્ત્રવિહિત હકીકતને તજી દઈને સૂત્ર સિદ્ધાન્ત વિરુદ્ધ ભાષણ કરે છે તેને માટે આપણે શું કરીએ ? સુંદર દૂધ છેડી દઈને તેઓ ખરેખર મૂત્ર પીએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org