________________
૩૧૩
*
કાજણ્ય ભાવગ્ના સંપન્ન સંસ્થા શરૂ કરવામાં આવે અને તેમાં મારા તારાની પસંદગી વગર સેવા આપવામાં આવે તે એને ત્યાગની કક્ષામાં અને કરુણા ભાવનાના સક્રિય સ્વરૂપમાં મૂકવામાં જરા પણ વધે લાગતું નથી.
મતલબ કે, કરુણું ભાવના જંગલમાં બેસીને જ કરી શકાય એ વાત ઘટતી નથી. સમાજની અંદર પણ ઘણું કરી શકાય તેમ છે, અને અત્યારની હિંદની સ્થિતિમાં તે ખાસ કર્તવ્ય છે. વિશાળ દષ્ટિએ જેનમાર્ગની સિદ્ધ આજ્ઞાએ સમજવામાં આવે તો સમાજમાં કાર્ય કરવાનું મેટું ક્ષેત્ર છે. અનેક સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીગૃહ, અન્નાલ, હોસ્ટેલ સ્થાપવી, ચલાવવી, નભાવવી, સમાજહિતના પ્રશ્નો પર વિચાર કરનારી સંસ્થાઓને પિષવી એ સર્વ આ ભાવનાને વિષય બની શકે છે.
આવી ભાવના જે હદયમાં વર્તતી હોય તેને દ્વેષ કે અન્યનું ભૂરું કરવાની ઈચ્છા પણ ન જ થઈ શકે એમાં નવાઈ જેવું નથી. એ નાનામાં નાના જીવથી માંડીને મનુષ્ય સુધી સર્વ જીના દુઃખ વિગેરે અનિષ્ટ પ્રસંગે જોઈ આદ્ર થઈ જાય છે અને તેને તેમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે, યેજના કરે છે, અમલ કરે છે.
આ કરુણાભાવને વિશાળ દષ્ટિએ વિચારવામાં આવશે તે એ શાંતરસ છે, અમૃતના પ્યાલા છે, આનંદદધિના ઉછાળા છે, પ્રેમના પરિસ્પો છે, દ્વેષને તેમાં સર્વથા બહિષ્કાર છે અને વિજયમાર્ગે પ્રયાણ છે એમ જરૂર લાગશે. શ્રી વિનયવિજયજી કહે છે કે આવા અનુપમ શાંતરસનું તમે પાન કરે, વ્યવહારુ પાન કરે, સક્રિય પાન કરે. .
ત્તિ વસિષ્યમવના ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org