________________
કાયલાવના
૩૦૯
અનેક પ્રાણીએ તદ્દન નિરાધાર જોવામાં આવશે. જેમના માતપિતા ગુજરી ગયા હાય, ઊંચે આભ અને નીચે ધરતી હાય, રહેવાને ઘર નહિં, પહેરવાને વસ્ત્ર નહિ, ખાવાને ચીજ નહિ અને પીવાના સાધન તરીકે એક વાટકા પણ નહિ. આવા પ્રાણીઓને જોઇ કેમ વિચાર આવ્યા વગર રહે? એનાં આશીઆળા ચહેરા અને અશ્રુથી ભરેલી આંખેા જોતાં જો કરુણા ન ઉપજે તા હૃદય પથ્થરનું બનેલું ગણાય. આવા નિરાધાર અનાથને માટે અનાથાલયા કરવા, ખાળાશ્રમા સ્થાપવા, ઉદ્યોગમદિરા ખાલવા એ સક્રિય કરુણાભાવના છે. સક્રિય કરુણા તે જ સાચી કરુણા છે અને તે જ ખરી હિતાવહ છે એ નિર્વિવાદ છે.
સક્રિય કરુણામાં વિવેકને ખૂબ અવકાશ છે. નિરાધાર માણુસને બેચાર રૂપિયા આપવા એ નિરુદ્યમીને કેટલીક વાર ઉત્તેજન આપવા જેવું થાય છે, એનેા નિષેધ ન કરાય, પણ જો નિરુદ્યમીને ઉદ્યમે ચઢાવવાની યેાજના થાય તે યાગ્યઇષ્ટ ફળદાયી જરૂર થાય. આવા વિવેક કરુણાપ્રસંગાના પ્રતિકારને અંગે સર્વત્ર સમજી લેવા.
દુકાન પાસે અડ્ડો જમાવી અહલ્લેક કરતા નિરુદ્યમીને મદદ કરવામાં સંકોચ થાય, પણ પગે અપંગ હાય, આંખે અંધ હાય, મગજ વગરના ગાંડા હાય તેને સમાજે પાળવા જ પડે. એમાં જેને અભ્યાસ કરાવી શકાય તેમ હાય ( અંધ કે મ્હેરાને ) તેને તે પ્રકારથી અને ત‰ન અપંગ કે ગાંડા હાય તેને તેની ચેાગ્યતા પ્રમાણે સમાજે સંભાળી લેવા જ ઘટે. કર્મના ભારથી દબાઈ ગયેલા એવા અપંગને યાજનાપૂર્વક યચાચિત સહાય કરવી તે સક્રિય કરુણાભાવના છે અને ખાસ કન્ય છે.
વૈધવ્યને આપણે જરૂર વંદ્ય ગણીએ, આર્ય સંસ્કૃતિની એ ઉચ્ચ ભાવનાને જરૂર પાષીએ; પણ એને કાઇ પણ અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org