________________
કાય ભાવના
૩૦૭
દાખલ કરીને ન અટકતાં તેના પ્રતિકારને પણ વિસ્તાર કરી બતાવ્યું છે. એની વિચારણામાં ભગવદ્ભજનની આવશ્યક્તા, ગુરુશુદ્ધિ અને ધર્મમાર્ગની શે–એ ત્રણ માર્ગોને નિર્દેશ કરી એમણે દેવ-ગુરુ-ધર્મની ત્રિપુટીને સંભાળવાની વાત કરી એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે, એમ કોઈ પણ સહૃદય પુરુષને લાગ્યા વગર રહે તેમ નથી.
ધર્મહીનતાને કરુણાના પ્રસંગમાં ગણવી એ અભિનવ વાત છે. એ માર્ગનો સ્વીકાર કરવામાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ બહુ દીર્ધદષ્ટિ વાપરી છે. ધર્મહીનતાને કારણે અથવા કુમતના સ્વીકારનું પરિણામ શું આવે છે તે પર નજર રાખીને આ અતિ અગત્યને વિષય તેમણે ચર્ચો છે.
ધર્મહીન પ્રાણીઓને જ્યારે ધર્મરાગી પ્રાણ જુએ ત્યારે તેના ઉપર ચીડ આવે છે, પણ એમ ન થવું જોઈએ. કરુણભાવિત આત્મા એવા પ્રાણુની મંદ વિકાસસ્થિતિ સમજે, એને એમ લાગે કે એ બિચારે પાણી વલોવીને માખણ તારવવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યો છે. આ કષ્ટસાધ્ય પ્રાણુ ધર્મની મશ્કરી કરે, હેલના કરે, ધર્મને “હંબગ” કહી નિંદે કે ધર્મરાગીને ધર્મના પુંછડા કે એવાં ઉપનામ આપે તેથી એ જરા પણ ઉશ્કેરાત નથી કે ગુસ્સે થતો નથી. એના અંતરમાં ધર્મને હસનારા કે ધર્મવિરુદ્ધ બોલનારા માટે ઊંડાણમાંથી દયા સ્કૂકે છે અને એને મીઠા શબ્દોથી, દલીલથી, ચર્ચાથી, લેખથી, ભાષણથી અને એવા વિધવિધ ઉપાયથી ધર્મમાર્ગે લાવવા માટે પ્રેરણું થાય છે. આ રીતે મિત્રો ભાવના જેમ સહિષ્ણુતા આણે છે તેમ તદ્દન બીજા દષ્ટિબિન્દુથી કરુણ ભાવના પણ એ જ પરિણામ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org