________________
કાર્ય ભાવના
૩૦૫
“ એ બિચારાને બહુ માઢુ કષ્ટ થતુ હશે, કેમકે અમારા ઉપર પણ કાઈ સંકટ આવી પડે છે, તેા કેટલું દુઃખ લાગવવુ પડે છે તે અમે જાણીએ છીએ ” એવો વિચાર કરી તેનુ દુઃખ દૂર કરવાના યત્ન કરવા; પણ એમ ન જાણવુ કે તેના દુ:ખ કે સુખમાં આપણે શું પ્રાજન છે? એમ ન ધારતાં જ્યારે એવી રીતની કરુણામયી ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે ત્યારે પોતાના જેવી સઘળાના સુખની ચાહનાથી વેરીના અભાવ થવાથી, દ્વેષ અને પરાપકારચિકીષ્ટ નિવૃત્ત થઇ જશે.
એ પ્રમાણે જ્યારે પુણ્યાત્મા માણસ જોવામાં આવે ત્યારે ચિત્તમાં “અહા ! માઢુ ભાગ્ય આનાં માતપિતાનું કે જેનાથી આવા પુણ્યશાળી કુળપ્રદીપ સત્પુરુષના જન્મ થયા છે, અને તે પુણ્યશાળીને પણ ધન્યવાદ છે કે તન, મન અને ધનથી પુણ્યકાર્ય માં પ્રવૃત્ત થયેલે છે. ” એવી રીતના આનંદને પામે અને એવી રીતની મુદિતા ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે, ત્યારે અસૂયારૂપી ચિત્તના મળ પણ અવશ્ય નિવૃત્ત થશે.
એવી રીતે પાપી પુરુષ જોવામાં આવે તે પેાતાના ચિત્તમાં “ તે આપણું કુત્સિત ખેલશે અને આપણું અપમાન કરશે. તેની કુટિલતાના આપણે બદલે લેવાનુ શું પ્રયેાજન છે? તે જે ચાહે તે કરે, પેાતાના કર્તવ્યનું ફળ પાતે ભાગવશે. ” એવી રીતે :તેના ઉપર ઉપેક્ષાની ભાવના કરવી. આમ ઉપેક્ષાની ભાવનાથી અમરૂપ ચિત્તમળ નિવૃત્ત થઈ જાય છે.
""
એ પ્રમાણે જ્યારે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી આ સઘળાં કાલુષ્ય નિવૃત્ત થઈ જાય છે ત્યારે વર્ષાઋતુ પછીના
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org