________________
રક્ષાવના
૨૮૭
માર્ગદર્શનની આશા રાખે એ અશક્યમાંથી શક્યની ઈચ્છા કરવા જેવું છે. આ સર્વ ભ્રમ છે અને કોઈ પ્રકારનું ઇષ્ટ પરિણામ આણવાની અશક્યતા દર્શાવનાર પ્રદેશ છે.
પ્રેરણા માટે તમે પાછું વલોવવાની વાત છેડી દે. વેળુ પિલવાથી તેલ નહિ નીકળે. પ્રેરણા જેનામાં હોય તે જ પ્રેરણા આપી શકશે. આદ વગરનું, સાધ્ય વગરનું જીવન ગાળનાર તમને માર્ગ બતાવે એ અંધારામાં આંટા મારવા બરાબર છે. બે–ચાર સારા શબ્દોમાં વાત કરનાર ઉપર મહાઈ પડશે નહીં, ખરો ત્યાગ અંદર જામ્યો છે કે નહિ? એ તપાસ અને એ તપાસવામાં તમને સમય લાગે તો તેથી જરા પણ સંકેચ પામશે નહિ.
આ યુગમાં એક બીજી પણ ઉપાધિ વધતી જાય છે. ધર્મને અલ્પ સ્થાન અપાતું જાય છે એ પ્રથમ ફરિયાદ છે, પણ તે ઉપરાંત જે પ્રાણ ત્યાગીઓએ કરેલા નિ:સ્વાર્થ નિર્ણયે સમજવા, જેવા કે જાણવા પ્રયત્ન પણ કરતા નથી અને તેવા પાશ્ચાત્ય લેખકોના અભિપ્રાયને કોઈ જાતની કસોટી વગર સ્વીકારી લેતા જાય છે. આમાં બેવડું નુકસાન છે. આપણે અપૂર્વ વારસે નાશ પામતો જાય છે અને અવ્યવસ્થિત આદર્શોનું નિરર્થક સંમિશ્રણ થાય છે. ગુણ જરૂર પૂજ્ય છે, વિશિષ્ટ શિક્ષાસૂત્રો સર્વથા માન્ય છે, એને દેશ કે કાળની અવધિ નથી, પણ વિચાર વગરનું સ્વીકરણ, પ્રાચીને તરફના તિરસ્કાર, શાંતિથી આદર્શ સમજવાની અસ્થિરતા અને અનુભવઅભ્યાસ કે આવડત વગર અભિપ્રાય બાંધી નાખવાની ઉતાવળને પરિણામે ઘણું નુકસાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org