________________
૨૦૨
શ્રી-શાંત-સુન્નારમ્સ
પ્રાણીઓ માટા જંગ માંડી બેસે છે. ધનની ખરી લડાઇએ તે કારટેામાં એવા જેવી થાય છે. સ્ત્રીની ખાતર ખૂના થાય છે અને ફાંસીને લાકડે લટકવું પડે છે. જમીન, ઘર, વાડી, અગીચા, ગામ-ગરાસના જીઆમાં પ્રાણી ખુવાર થઇ જાય છે. અસલના વખતમાં મારચા મંડાતા હતા અને લેાહીની નદીએ ચાલતી હતી ત્યારે અત્યારે કારટ, પેાલિસ અને વકીલની સહાય લઈ યુદ્ધની ઇચ્છા પૂરી કરવામાં આવે છે. જર, જમીન અને જોરુના કલહેાના સંબંધમાં અગાઉ ખૂબ વિવેચને થયા છે. અહીં વિચારવાની વાત એ છે કે એવા ઝગડામાં પડે એને અંદરની માનસિક અસ્થિરતા એટલી બધી થાય છે કે એ નિરાતે જપી શકતા નથી અને પાટીમ ગાઠવવામાં અને પુરાવા તૈયાર કરવામાં વ્યાકુળતાનેા પાર રહેતો નથી. આવા ઝગડામાં પડેલાને મન:પ્રસાદ શું થાય? એને આત્મારામ સાથે વાતો કરવાના વખત પછુ કયારે આવે ?
લેાભને વશ પડેલા પ્રાણીઓને અવતાર તા ખરેખર શ્વાન જેવા થઇ જાય છે. અહીંથી પૈસા મેળવું કે ત્યાં માથુ મારું કે આમ કરી નાખું કે તેમ કરી નાખું—આવા આવા વિચારી તેને આવ્યા જ કરે છે. પછી એ દૂરદેશમાં જાય છે, સટ્ટા ખેલે છે, જુગાર રમે છે, અપમાન સહે છે અને ન કરવાનાં અનેક કૃત્યા કરે છે. એના જીવનમાં શાંતિ, ધૈર્ય કે નિરાંતને સ્થાન નથી. આપત્તિ આવે ત્યારે તે જરા પાછે પડે છે પણ ‘હાર્યો જુગારી બમણું રમે’ તેમ એ પડતો જાય છે, ઉઠતો જાય છે અને સાત ડગલા આગળ ભરે તે પાંચ ડગલા પાછા પડે છે. આમ ધક્કેલે ચઢેલા એની વ્યાકુળતાના પાર રહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org