________________
કારુણ્યભાવના
૨૬૯
ચેખે લુંટારાને ધધે હોય તેમ છતાં સાહુકાર હોવાને દા કરે અને સદ્ભાગ્યથી વૈભવને એકઠા કરે. પણ એને એમાં કદી સંતોષ તો થતો જ નથી, એ સર્વ ધન, ગૃહ, અલંકારને પોતાનાં માની બેસે, એને સ્થાયી માની બેસે. એ ઘરનાં ઘર યાવચંદ્રદિવાકર પિતાના જ છે એમ માને. એ ખરીદીના દસ્તાવેજમાં આકાશથી પાતાળ સુધીના હક્કો પિતાના જ લખાવે અને અઘાટ વેચાણ કરી છે. આ સર્વની અંદર એને “ધ્રુવતા સ્થાયિત્વને ખ્યાલ થાય છે. એ મારું છે એ જ એને ખ્યાલ હોય છે, અને એને પાડોશી એક ઈંચ જગ્યા દબાવે તો એ ઊંચનીચો થઈ જાય છે. - પછી એ અનેક પ્રકારના મનસુબા કરે છે. છોકરાંના લગ્ન આવાં કરશું અને અમુક અમુકને આમ નોતરશું વિગેરે વિગેરે. આવા શેખચલ્લીના વિચારો ચાલતા હોય છે અને મનમાં તરંગે થતાં હોય છે ત્યાં કઈ દુમન આવી ફટક મારે, અથવા કેઈ અસાધ્ય વ્યાધિ (ક્ષય, સંગ્રહણું વિગેરે) થાય અથવા ન્યુમેનીઆ કે ટાઈફેડ જે વિષમ વર લાગી જાય અથવા કેઈ ભયનો પ્રસંગ આવે અથવા તો જમરાજા ઓચીંતું આહ્વાન કરે એટલે સર્વ મનની મનમાં રહી જાય છે અને એકઠે કરેલ વૈભવ, વસાવેલ સામગ્રી, તૈયાર કરેલ ઘરેણું અને પોતાની માનેલી સર્વ ચીજો અને સર્વ સંબંધીએને અહીં મૂકી એકલા ચાલ્યા જવું પડે છે અથવા નુકશાનીમાં આવી પડવાથી પિતાની વસ્તુઓ પારકાના હાથમાં જતી અથવા લીલામ થતી જોવી પડે છે. આમાંની એક પણ વાત ઉપજાવી કાઢેલ નથી. લગભગ દરરેજના અનુભવને આ વિષય છે અને પ્રત્યેકને એક અથવા બીજા આકારમાં જરૂરી બને છે. મકાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org