________________
२६६
શ્રી શાંતસુધારસ જેને હોય છે એ કદી પણ ધરાતે નથી અને નહોય તે તે ધરાય જ શેને? ઓછું હોય તેને “ પુર, રિવિડના આ પેટરૂપ ખાડા કદી પૂરા નથી અને વિડંબના કર્યા કરે છે. જેને બહુ હોય તેને અપચે, બંધકોશ અને અતિસારની ગુંચવણ થયા કરે છે. વાત એ છે કે, એક અથવા બીજા આકારમાં પ્રાણી ખાવાની બાબતમાં ઘડભાંજ કર્યા જ કરે છે. અને તેને માટે વિહળ રહ્યા કરે છે. એટલી જ ગુંચવણ “પાન ની આવે છે. પાન એટલે પીણું. ઉનાળામાં ઠંડા પાણું રાખવા, શિયાળામાં સહજ ગરમ રાખવું અને નવા યુગમાં કલબોમાં મદિરા વિગેરે અનેક પ્રકારની પીણાની અનેક વિવિધતાઓ ચાલ્યા જ કરે છે. આમાં ભાંગ, દુધિયું, દૂધ, સેડાલેમન વિગેરે ઠંડા પીણને સમાવેશ થઈ જાય છે. સર્વથી પ્રથમ ખાવાપીવાની વસ્તુઓની વાંછાથી ચિત્તમાં ઉદ્વેગ થાય છે. આ સ્થિતિમાંથી સંન્યાસી સાધુઓ પણ ભાગ્યેજ મુક્ત રહે છે. મુક્ત હોય તે જરૂર વંદ્ય છે.
પછી કપડાંની ખટપટ, તે ખરીદવાની વ્યગ્રતા અને ફેશનની તપાસણીમાં વ્યગ્રતા ખૂબ થાય છે. સ્ત્રીઓને તે આ વ્યગ્રતાને પાર નથી. બ્લાઉઝના આકાર, બેડિસના પ્રકાર અને પીન લગાવવાની પીડામાં તથા બાલની ટાપટીપમાં વ્યગ્રતાને પાર નથી. આમાં ન હોય તેને અને હેાય તેને પણ અગવડે અને ચિત્તની અસ્થિરતા કેટલી થાય છે તે અવકન કરવા જેવું છે. - ત્યારપછી ઘરનું ઘર કરવું, તેના પ્લાન (નકશાઓ) તૈયાર કરાવવા અને ચણતરની સેંકડે સામગ્રીઓ તથા કડિયા સુતાર સાથેની માથાકૂટ અને ઘર બંધાવ્યા પછી પણ તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org