________________
કાયા
પરિચય –
વા. . ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એમાં જે રાગશ્રેષને કચરે જામે છે તે પ્રથમ દૂર કરવું જોઈએ, અને તે માટે મૈથ્યાદિ આ ચાર ભાવનાની યોજના કરવામાં આવી છે. જેમ મૈત્રી ભાવનામાં રાગને વિશ્વ સુધી લંબાવતાં એ વિશાળ બની આખરે તેમાં લય પામી જાય છે, તેમ છેષને ત્યાગ કરવાના ઉપાય આખા વિશ્વમાં દયાભાવને લંબાવતાં પ્રાપ્ત થાય છે. પારકાના દુ:ખ સંબંધી વિચાર કરતાં અને તેમાંથી તેને બચાવવાને વિચાર કરતાં પ્રાણી વિશ્વબંધુત્વ ભાવની પેઠે પોતાની કરુણાની પાંખે ચારે તરફ વિસ્તારે છે અને પરિણામે એ પિતાની જાતને વિસરી જઈ વિધદયામાં લીન થઈ જાય છે. આવા પ્રાણીને પારકાનાં દુઃખે જેવાં, તેનો અભ્યાસ કરે, તેનું પૃથક્કરણ કરવું, તેને દૂર કરવાના ઉપાયે વિચારવા અને તે દ્વારા ચિત્તને પ્રસાદ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે. એટલા માટે પારકાનાં દુ:ખના પ્રકારે વિચારવા અને તેના પ્રતિકાર ( દુઃખ દૂર કરવાના ઉપાય) વિચારવા એ ગપ્રગતિમાં મનને સ્થિર કરવાને અંગે અતિ અગત્યનો ભાગ ભજવે છે. દુઃખના પ્રકારે આ સંસારમાં એટલા બધા છે કે એને સશે તે શું પણ એના એક વિભાગના નાના અંશને પણ પૂરતો ન્યાય આપી શકાય નહિ. એટલા માટે દુઃખના પ્રસંગે પર સામાન્ય અવકન કરી લેખક મહાત્મા તેના ઉપર વિચારણા કરે છે અને બાકીની હકીકત વાચકની બુદ્ધિ પર છોડે છે.
આ દુખપરંપરાની વિચારણામાં પ્રતિકારના પ્રસંગો આવી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org