________________
કાય ભાવપ્ના
૨૬૧
૧. સજજન બંધુઓ ! અંત:કરણના ઉલ્લાસપૂર્વક ભગવાનને ભજે, તમે પૂર્ણ આનંદથી ભગવાનને ભજે. એ ભગવાન કઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરુણાવાળા છે અને એમને શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. એવા ભગવાનને ભક્તિથી ભજે.
૨. (તમારાં) મનને છેડે વખત સ્થિરતામાં સ્થાપન કરીને જિનાગમનો સ્વાદ ચાખે અને આડાઅવળા માર્ગોની રચનાથી તમારું વિચાર–વાતાવરણ વિકાર પામી જાય છે તે વિચારશ્રેણીને નુકસાન કરનાર અને અસાર સમજીને તેનો ત્યાગ કરે.
૩. હિતાહિત ન સમજનાર ગુરુ (ધર્મોપદેશક) જે સાધારણ અથવા મંદબુદ્ધિવાળા પ્રાણીને ભ્રમમાં નાખી દે છે તેને ત્યાગ કરવો ઘટે. સદ્ગુરુ મહાત્માનું વચન એક વાર પણ સારી રીતે પીધું હોય તો લીલા લહેર વિસ્તારે છે.
૪. ખોટા અભિપ્રાયના અંધકારરાશિથી જેની આંખે અંજાઈ ગઈ હોય એવાને તું માર્ગ સંબંધી સવાલે શા માટે પૂછે છે? પાણીની ગોળીમાં દહીંની સમજણથી તમારી રવઈને શા માટે નાખે છે ?
પ. પ્રાણીઓનાં મનને અંકુશ વગર છૂટું મૂકી દીધું હોય તો તે અનેક પ્રકારની પીડા-ઉપાધિઓ કરી મૂકે છે. એ જ મનને જે આત્મારામની વાટિકામાં રમણ કરતું અને શંકા વગરનું કર્યું હોય તો તે એકદમ સુખને આપે છે.
૬. અનાદિ કાળના દોસ્ત થઈ પડેલા આશ્ર, વિકથાઓ, ગારો અને કામદેવને તું તજી દે અને સંવરને તારો મિત્ર અનાવ. ખરેખર, આ સાચે સાચું રહસ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
For PM
www.jainelibrary.org