________________
પ્રભેદભાવના
૨૫૩
છે, વિકાસને માગે ખૂબ સહાયક છે. ગુણના સંબંધમાં એક વાર્તિકમાં કહેવામાં આવ્યું છે કે–જુur rળશેષ ગુણા મતિ, તે નિvi કાળ મવતિ પારા ગુણે ગુણ જાણનારમાં ગુણરૂપે પરિણામ પામે છે, તે જ બાબતે નિર્ગુણને પ્રાપ્ત થતાં દોષરૂપ થઈ જાય છે. આ વાતમાં ખૂબ રહસ્ય છે. આપણે જે દ્રષ્ટિએ જગતને નીહાળીએ તેવી સૃષ્ટિ આપણને દેખાય છે. આ મુદ્દા પર આપણે ઉપર સહજ વિચાર પણ કર્યો હતો. નદીનાં સુંદર મીઠાં જળ સમુદ્રમાં જાય ત્યારે ખારાં થઈ જાય છે. આમાં સંસર્ગ દેષ કેટલું કામ કરે છે તેનું દાન્ત સમજાય છે. શત્રુંજયા નદી મૂળમાં બહુ મીઠી છે, પ્રવાહ મીઠી છે પરંતુ તેમાં ગાગડીઓ નામની નદી ભળે છે ત્યારથી તે ખારી થઈ જાય છે. મતલબ એ છે કે-ગુણ જાણનાર, ગુણને ઓળખનાર, ગુણની પીછાન કરનાર ગુણને ગુણ તરીકે ઓળખે છે અને તે જ બાબતો નિગુણી પાસે જાય છે ત્યારે તેમાંથી તે દે તારવે છે.
આપણે તે પરોપકાર કરનાર, ઉદારતા ધરાવનાર, સેવા કરનાર, સમાજ ઉદ્ધારના કામ કરનાર, દુ:ખ-દર્દ ઓછા કરવાના પ્રયત્ન કરનાર, ધર્મોપદેશદ્વારા અંતરંગ વૃત્તિ સુધારનાર અને અહિંસા તથા સત્યના પયગામ પહોંચાડનારના ગુણે ગાવા, તેને માટે તેનું બહુમાન કરવું અને તે ગુણવિકાસ દુનિયામાં વિસ્તરે તેટલા માટે ઈષ્ટ પ્રયત્ન કરવા. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આખી દુનિયાને સુધારવાને આપણે સાદે (કોન્ટેકટ) કર્યો નથી, પણ જ્યાં ગુણ દેખાય ત્યાં પ્રશંસવા અને ન દેખાય ત્યાં માન રહેવા તે જરૂર બંધાયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org