________________
પ્રભેદભાવના
૨૪૩
સીતા, દમયંતી, સુભદ્રા, અંજનાસુંદરી પ્રભાવ પાડે છે. એવી સ્ત્રીઓ અત્યારે પણ વિદ્યમાન હોય છે એના દર્શન કરીએ, એના દર્શનથી પવિત્ર થઈએ, એના ગુણમાં ખૂબ આનંદ પામીએ.
ગૃહસ્થની પ્રશંસા કરતાં પાંચમા કલેકમાં અરિ શબ્દ લેખક મહાત્માએ વાપર્યો છે અને આ લેકમાં પણ વાપર્યો છે તે મને પાદપૂરણાથે જ લાગે છે. અને તે વાત સાતમા (નીચેના) કલેકમાં તે શબ્દ નથી મૂક્યો તેથી સ્પષ્ટ પ્રતીત થાય છે.
એ ગમે તેમ હોય, આપણું જેવી સામાન્ય વ્યક્તિઓ માટે તે એવા ગૃહસ્થ અને એવી વનિતાઓ વંદનને યોગ્ય છે. “સુદ પૂનાથાબં, મુજપુ = &િ ર ર વયઃ” એમનાં ગુણને જ માન છે અને પ્રમેદ ભાવનામાં અમુક લિંગ કે અમુક વયને સ્થાન જ નથી. ગુણ જ્યાં દેખાય ત્યાં નમી પડે એ એનો પ્રાસાદિક ધ્વનિ છે.
શિયળનો પ્રભાવ અવણ્ય છે. શિયળ સંકુચિત અર્થમાં પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અર્થમાં સદાચારને નિદેશી અનેક શુભ ગુણોને સંગ્રહે છે. જેન સતી સ્ત્રીઓનાં ચરિત્રે જોવામાં આવશે તો તેમાં પરિણીતા સતીઓ ઉપરાંત કેટલીક તદ્દન અપરિણીતા સ્ત્રીઓ પણ એ કક્ષામાં આવેલ જણાય છે. ત્યાં શિયળને વિશાળ અર્થ પ્રાપ્ત થાય છે.
કળાવતીનું દષ્ટાન્ત મર્મને સ્પશે તેવું છે. શિયળ સંરક્ષણમાં એનાં બન્ને કાંડાં કપાયાં તો પણ એનું મન ચળ્યું નહિ. મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશદ શ્રદ્ધા અનુપમેય છે. એણે પતિનો હાથ ઝાલ્યા ત્યારે એને કોઢ હતો પણ એક પગલું પાછી હતી નહિ. રેગની સુધારણ કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org