________________
૨૪૨
શ્રી-શાંતસુધારસ
૬. જે પવિત્ર ગૃહિણીઓ, વનિતાએ શિયળગુણસંપન્ન રહી બને કુળની ઉજજવળ કીર્તિમાં વધારે કરે છે એમને પણ ધન્ય છે. ઉપર ગૃહસ્થ સંબંધી જે વિચાર બતાવ્યા છે તે અત્ર દાખલ કરવાના છે. સ્ત્રીઓનું બળવાનપણું વધારે પ્રશસ્ય એટલા માટે છે કે પુરુષ એમના તરફ બહુ મેહરષ્ટિએ જુએ છે. એમાં માનસવિદ્યાનો માટે પ્રશ્ન છે. સ્ત્રીઓ કદી પુરુષ માટે એટલા મેહથી વિચાર કરતી નથી અને પુરુષો તો વાતો કે મશ્કરી સ્ત્રી સંબંધી જ બહુધા કરે છે એનાં કાર
માં અત્યારે ઉતરવું પરવડે તેમ નથી, પણ એ સત્ય વાત છે. ચારિત્રની બાબતમાં સ્ત્રીઓ વધારે ગ્યતા દર્શાવનારી સર્વ યુગમાં નીકળી છે એ નિઃસંશય છે.
ગ્રંથકર્તા કહે છે કે આવી પવિત્ર વનિતાનું દર્શન પણ ધન્ય છે. એ દર્શનમાં શું દેખાય? સુંદર ચરિત્ર-વિશિષ્ટ આચરણરૂપ સુવર્ણનો સંચય દેખાય. એનાં મુખ કે દેહના દર્શન થાય છે તેમાં એનું સગુણશાળી ચરિત્ર પ્રતિબિંબિત થયેલું દેખાય અને એ દર્શન તેમના પિતાના સુકૃત્યેનું ફળ બેસતું હોય તેવું આદર્શમય–ઉન્નત-વિશિષ્ટ જણાય.
પવિત્ર વનિતાઓની પાસે જતાં કદી વિકાર ન થાય. એનું દર્શન કરતાં એનું સગુણશાળી ચરિત્ર આંખ સામે રજૂ થાય. એના દર્શનથી આ પવિત્ર થતી લાગે. એનાં નામમાં ચમત્કાર લાગે.
સ્ત્રીઓનો શિયળગુણ પ્રધાન ભાવે આદરણીય છે. ત્યાં શિયળ સંકુચિત અને વિશાળ બને અર્થમાં પ્રાપ્ત થાય છે. બ્રાહ્મી સુંદરીનું આદર્શજીવન મનમાં તેજ:પુંજ ખડે કરે છે, કળાવતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org