________________
અમેદભાવના
૨૩૫
“દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, ધૈર્યતા, ગંભીરતા, નમ્રતા, ઉદારતા, લઘુતા, દાક્ષિણ્યતા, સ્વચ્છતા, નિર્મળતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, નિયમિતતા, કમળતા, અક્રૂરતા, મિતાહારતા, મિતવ્યયતા, પ્રેમાળતા, ઉદાસીનતા, અકોલતા, વૈરાગ્યતા, જિતેંદ્રિયતા, ક્ષમા-દયા-શાંતતા, જનપ્રિયતા, નિર્લોભતા, દાતારતા, ભયશેકહીનતા, ઉદ્યોગતા, ગુણગ્રાહ્યતા, ગ્રહસ્થતા, ચારિત્રતા, વ્યાયામતા. ” ગુણદશી ક્યાં ક્યાં ગુણે જુએ છે તેનું આ દષ્ટાન્ત તેમની ભાષામાં છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારના જવલંત દષ્ટાન્ત એવા સાદા મનુષ્યમાંથી સાંપડે છે. આ પ્રત્યેક ગુણ પૈકી કેટલાને ઉપયોગ દરરોજ થયે તેની નિત્ય નેંધ કરનાર, અઢાર પાપસ્થાનકના પત્રક ભરનાર અને વિચારણામાં કલાકો કાઢનારને એ વ્યવસાયી જીવનનો વિચાર કરતાં પ્રદ ભાવનાની વિશિષ્ટતા સાંપડે છે.
કોઈ પણ પ્રાણીમાં કોઈ પણ ગુણ પ્રકટ થતો દેખાય તો તેનું બહુમાન કરવું, તેને આદર કરવો, એનામાં ગુણવૃદ્ધિ થાય તેવી તેની બુઝ કરવી અને તેને ગુણમાં મજબૂત કરવો એ આપણું કર્તવ્ય છે.
પૂર્વ સંચિત પુણ્યયોગે લક્ષ્મી આદિ સાધનને અંગે કોઈ ઉદારતા બતાવે તો એને મત્સર ન કર, પણ એને મળ્યું છે અને મળશે એવી ભાવના કરી હદયથી એમાં આનંદ અનુભવવો. એની એગ્ય પ્રશંસા કરવી એ ગુણપ્રાપ્તિને સરળ ઉપાય છે.
પ્રમોદભાવિત આત્મામાં અસૂયા કે મત્સર તો હોય જ નહિ. એ તે ગુણ જુએ તે પોતાની જાતને પણ ભૂલી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org