________________
પ્રન્દભાવના
૨૯ ૧. અહીં વિનય! તું ગુણેના તરફ પરિપૂર્ણ પ્રમાદ ભાવ
ધારણ કર. પિતાનાં સુંદર કૃત્યેને પરિણામે અન્ય પ્રાણીએમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત થયેલું દેખાય તે તરફ પૂર્ણ સંતોષ દાખવી અને તેઓના તરફની ઈર્ષ્યા(અદેખાઈ)ને
દોષને દૂરથી છેડી દે અને ગુણરાગનું વિભાવન કર. ૨. કેઈ નસીબદાર અનેક પ્રકારનાં દાન ખબ આપે છે, કઈ
આ સંસારમાં ખુબ માનને પ્રાપ્ત કરે છે–એ સર્વ ઘણું મજાનું છે. આવી રીતે પારકાના ઉત્કૃષ્ટ ભાગ્યના સંબંધમાં તું એવા પ્રકારના વિચારે શા માટે નથી કરત? કે જેથી કરીને તેમનાં સારાં કૃમાં ભાગ પડાવવાને તને પણ
લાભ મળી જાય. ૩. જે (મહાપુરુષો) નાં મન વિકારવગરનાં થયેલાં છે, જેઓ
આ પૃથ્વી ઉપર રહીને જગતનો ઉપકાર કરી રહેલા છે– એવું ઉચિત આચરણ કરનારાઓનાં નામે અમે વારંવાર જપીએ છીએ. અહાહા ! એક સહનશીલતા ગુણ જ અન્ય કોઈની સાથે સરખાવી ન શકાય તેવો છે (અસમાન છે). એ મુક્તિ પ્રાપ્ત કરવાના પરમ સાધન ગુણને તું તીર્થકર દેવમાં નિહાળ. એવા ક્ષમાગુણવડે ક્રોધને ક્ષય થવા સાથે વૃદ્ધિ પામતાં કર્મોનાં મૂળ કારણે પણ એકદમ ઘટવા મંડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org