________________
શ્રી શાંન્તસુબ્બારસ જોઈ એના તરફ વિરાગ થાય છે અને શાંતિસામ્રાજ્યને પ્રસાર એ પ્રેમભાવે સર્વ સ્થળે, સર્વ પ્રાણીઓમાં પ્રસસ્તો જેવા મન કરે છે.
છેવટે તે અંતરથી ઈરછે છે કે “સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ. ” આ અતિ ઉત્કૃષ્ટ હૃદયભાવના છે. મૈત્રીભાવનું વાળ ચેતન અન્યનું સ્થળ દુઃખ જોઈ શકતું નથી. આ દુનિયાના દુઃખ-દારિદ્રય અને મૂંઝવણે જોઈ એને ખેદ થાય છે. એ સ્થળ સુખે સર્વને સુખી જેવા ઈચ્છે છે. આ સંસારમાં કઈ પણ જગ્યાએ દુઃખ ન રહે એવી એની વિશાળ ભાવના હોય છે. સર્વ પ્રાણી સર્વ પ્રકારે સુખી થાઓ એમ તે ઈચ્છે છે. અને આગામી ભવમાં પણ પ્રાણીઓ હમેશને માટે સાચા સુખી થાઓ અને તેમનાં જન્મ-મરણના ત્રાસ દૂર થઈ જાઓ એમ તે હૃદયપૂર્વક ઈચ્છે છે. આમાં “સર્વર” અને “બુદ્ધિના એ બે શબ્દો મૂકીને કર્તાએ કમાલ કરી છે. સર્વ સ્થાન અને સર્વ પ્રાણીઓ, આ ભવ અને પરભવ એ સર્વને સમાવેશ આ વિશાળ ભાવનામાં થઈ જાય છે. દુનિયામાં સર્વ પ્રાણીઓ સર્વ સ્થાનકે સુખી થાઓ અને પરભવે અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરો, આમ કહીને અતિ વિશાળ મૈત્રીભાવ રજૂ કર્યો છે.
આ લેકમાં ત્રણ બાબત રજૂ થઈ: ૧. પ્રાણીના રાગદ્વેષે શમી જાઓ, ૨. પ્રાણીઓ સમતારસને આસ્વાદે અને ૩. સર્વ પ્રાણીઓ સર્વત્ર સુખી થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org