________________
મિત્રીભાવના છે
૧૭
ઓળખી ગયો છે અને અન્ય પણ તેના સપાટાથી દૂર રહે એમ અંત:કરણથી ઈરછે છે. હૃદયપૂર્વક મૈત્રી થાય તે કેટલી ઊંડી ઉતરે છે તેનું અત્ર દિગ્દર્શન કર્યું. આમાં કે આપણી ઉપર વૈર રાખનાર હાય, કોઈએ આપણું અપમાન કર્યું હોય, કેઈ આપણી નિંદા કરનાર હેય, કોઈએ આપણું ઉપર અપકાર કર્યો હોય-વિગેરે એવા પ્રકારના સર્વ પ્રાણુઓને સમાવેશ થઈ જાય છે. એવા પ્રાણીઓનાં રાગદ્વેષો શમી જાઓ એમ મંત્રી ભાવના ભાવનાર ઈચ્છે. એ પિતે રાગદ્વેષને વશ ન થઈ જાય કે વૈર લેવા કદી ખ્યાલ પણ ન કરે. એ તો એના ભીતરમાં આવી જાય છે. મતલબ, દુનિયામાંથી રાગદ્વેષ નાશ પામી જાઓ એમ તે ઈ છે અને તે હકીકતને અંગે પોતાની જાતને પણ તે નિયમમાં સામેલ રાખે.
વળી તે ઈચ્છે કે સર્વ પ્રાણીઓ ઉદાસીનભાવ–સમતાભાવના રસને ચાખો. જ્યાં રાગદ્વેષ નથી ત્યાં ઉદાસીનતા છે. રાગદ્વેષના અભાવનું એ સક્રિય રૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીઓ સમતારસ ધરાઈ ધરાઈને પીઓ એમ તે અંતરથી ઇછે. તે જાણે છે કે સમતા વગર ગમે તેટલી બાહ્ય ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપણ સમાન છે અને દીર્ધદષ્ટિથી જોઈએ તો તેને વસ્તુતઃ કાંઈ અર્થ જ નથી. સમતા આવી જાય એટલે અંદરના તરંગે, ખ્યાલ, ગુંચવણે. ગોટાળાઓ બધું દૂર થઈ જાય છે અને અંતરાત્મા નિરવ શાંતિ અનુભવે છે. એ શાંતિનું સ્વરૂપ વાણુથી અવિવરણીય તેમજ અવર્ણનીય છે, માત્ર અનુભવગમ્ય છે. આવી શાંતિ મંત્રી સમજનારમાં હોય છે અને તે સાર્વત્રિક થાય તેમ તે હદયથી ઇચછે છે. એને જગતની અશાંતિ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org