________________
મૈત્રી ભાવન્ના
૧૬૯
જે છે. જે ઘરમાંથી આગ ઉઠે છે ત્યાં પ્રથમ તે તેને બાળે છે અને જલને વેગ ન મળે તે પાડેશના ઘર પણ આગમાં ઝડપાઈ જાય છે. આપણે આજુબાજુનાં ઘરેશને હાલ વિચાર ન કરીએ તે પણ જ્યાં આગ ઉઠે તે ઘર તો જરૂર બળે એ વાત ખાસ વિચારવા જેવી છે.
આવા મનેવિકારને તાબે થવું તને પરવડે તેમ નથી. તારે તે સર્વ પ્રાણીઓ તરફ મિત્રભાવ રાખવો અને આ દુનિયામાં કઈ પણ પ્રાણુ તારે શત્રુ નથી એમ તારે વિચારવું. સર્વ પ્રાણીમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને એક બે ત્રણ ચાર ઈદ્રિયવાળા સર્વ પ્રાણીઓ આવી જાય છે એમ તારે સમજી લેવું.
કઈ પણ પ્રાણી, નાને માટે જીવ, સ્થાવર કે ત્રસ પ્રાણું તારે શત્રુ નથી એમ ચિંતન કર. જેનામાં જીવ આપવાની તાકાત નથી તેને જીવ લેવાનો અધિકાર નથી એમ તારે વિચારવું. જીવ લેવાનો અધિકાર નથી એટલું જ નહિ પણ કોઈની લાગણી દુ:ખવવી એ પણ તને ઘટતું નથી. તું અહીં કેટલું બેસી રહેવાનું છે? અને આ સર્વ ધમાલ કેને માટે ? ટૂંકા આયુષ્યમાં ગમે ત્યારે ઊડી જવાનું છે તેમાં વૈરનાં ખાતાં બાંધીને તાર વિકાસ બગાડી નાખીશ તો આવતે ભવે તારે પરાધીનપણે પાછાં તે જ પ્રાણીઓ સાથે વિરોધ કરવાં પડશે. તું એમ વિચાર કર કે આરંગઝેબ અને શિવાજી અત્યારે જ્યાં હશે ત્યાં શું કરતા હશે ? શાસ્ત્રકાર કહે છે કે કરોડો વર્ષના આયુષ્ય નારક થયેલા રાવણ અને લક્ષમણ અત્યારે પણ લડ્યા કરે છે અને લડે નહિ તો બીજું કરે પણ શું ? તારે જે આગળને આખે રસ્તે આવા ખાડાખડીઆથી, કાંટાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org