________________
૧પ૯
મૈત્રી ભાવના
૧. હે વિનય! કર્મની વિચિત્રતાને કારણે જુદી જુદી જાતની ગતિ પામેલા ઊર્ધ્વ, અધે અને મત્સ્ય ત્રણે લોકના પ્રાણુઓ તરફ તું મૈત્રી-મિત્રતાની ચિતના કર. - ૨, તે સર્વે પ્રાણીઓ તારા વહાલા બંધુઓ છે, આ દુનિયામાં તારે કઈ દુશમન નથી. ખાલી નકામું કંકાસને વશ થઈને તારા મનને ખરડાયલું કર નહિ-એવું મન તો પોતાનાં સુકૃત્યોને નાશ કરનારું થાય છે.
૩. કોઈ પ્રાણ પોતાનાં કર્મને પરાધીન થઈને તારા ઉપર કેપ કરે તો હું તારા હૃદયમાં રેષને-કોપને આધીન થઈને તારે પણ તેવા જ થવું ?
૪. આ દુનિયામાં કલેશ કરે તે સારા માણસને શેભતી વાત નથી. સમતા રસ (ના પાણું) માં વિહાર કરનારા હે મીન ! એને તજી દે અને ગુણેના પરિચયમાં પુર્ણ થયેલ ચેતન! તું માનસરોવરના હંસની વિવેક બુદ્ધિમત્તાને સેવ.
૫. શત્રુજનો પણ (પોતાને) વિરોધ છેડી દઈને સમભાવ પ્રાપ્ત કરે અને સુખી થાઓ. તેઓ પણ શિવ (મોક્ષ) સુખથી ભરેલા ગૃહે જવાને ઉત્સુક મનવાળા થાઓ.
૬. (પ્રાણુઓ) જે એક વાર પણ જરા સમતારસને સ્વાદ હદયપૂર્વક કરે તો એને સ્વાદ એક વાર જાણ્યા પછી તેઓ પોતાની મેળે તેના વડે જ પ્રીતિ પામે.
૭. અહાહા! બેટા અભિપ્રાયરૂપ કેફના મેહમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના બંધનમાં શામાટે પડતા હશે? અને તીર્થકર મહારાજનાં વચનને શામાટે પ્રીતિપૂર્વક પ્રાપ્ત કરતા નહિ હોય?
૮ નિર્મળ આત્મા પરમાત્મ ભાવમાં પરિણમીને વસો અને હે વિનય! જનતા સમતારૂપ અમૃતરસનું પાન કરીને વિલાસ કરે.
અને ઉત્સુક ના કણ શિવ (
(પ્રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org