________________
૧૩૪
શ્રી શાંતસુધારસ
દશ પંદર વામના માજમાં વહાણ ફંગોળાયું. નાચતા બ્રાહ્મસુના હાથમાંથી રત્ન છટકી ગયું અને મેટા દરિયામાં પડી ગયું. ગયું તે ગયું. એનો પત્તો કયાં લાગે ? બ્રાહ્મણ ભાઈ તે એ, ભગવાન એના એ !
એ રત્નની પ્રથમ પ્રાપ્તિ દુર્લભ અને પુન: પ્રાપ્તિ વધારે દુર્લભ, આ ન્યાયે તું ધ્યાનમાં રાખ કે બોધિરત્નની પ્રાપ્તિ અને પુનઃ પ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાન–બેધને મહિમા અવશ્ય છે. જ્ઞાની વાસેવાસમાં જેટલા કર્મોનો નાશ કરી શકે છે તેટલાને અજ્ઞાની કરડે વર્ષે પણ કરી શકતો નથી. સમજણની બલિહારી છે. ક્રિયાની કિંમત જરા પણ ઓછી ન કરતાં જ્ઞાનને પ્રથમ સ્થાન જેનશાસ્ત્રો સ્પષ્ટ શબ્દોમાં આપે છે. બાધ–પ્રકાશથી આખી દુનિયા દીવા જેવી નજર સામે રમે છે અને પ્રાણીનો વિકાસ બહુ વધારે કરી દે છે. આત્મવિકાસના પાયા બંધ ઉપર જ ચણાય છે. સમ્યમ્ બોધ થયે એટલે ખૂબ પ્રગતિ સાધ્ય થાય છે. તેની સાથે આજુબાજુના સંગે અનુકૂળ થઈ જાય છે અને બોધનું ફળ ત્યાગ (વિરતિ) બેસે એટલે સોના સાથે સુગંધને સહગ થઈ જાય છે.
આ બધિને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જાગે અને તે પ્રાપ્ત થઈ જાય તે આગળને માર્ગ ખૂબ સરળ થઈ જાય છે. બંધ એ ખરેખર અમૂલ્ય રત્ન છે. એની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તેટલી જ તે અભીષ્ટ, પૃહણ્ય અને પ્રેરક છે.
એ બધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદ છોડી દઈ, રાગદ્વેષાદિને બનો ત્યાગ કરી દઈ, એની આરાધના કર. બધિની આરાધના કરવી એટલે જ્ઞાનને પગે લાગવાની વાત ન હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org