________________
બેધદુર્લભ ભાવના – ? ગેયાષ્ટક પરિચય –
૧. પ્રથમ સામાન્ય–સર્વને લાગુ પડતી વાત કર્યા પછી તે જ વાતને ખીલવવાની છે. મુદ્દાની વાત કહેવાની એ છે કે, બેધ–સદસદ્વિચારજ્ઞાન બહુ મુશ્કેલીથી મળે છે. આ બાધિની દુર્લભતા તું સમજ. એ ચીજને જેમતેમ વેડફી નાખવા જેવી નથી. એ કાંઈ બજારુ ચીજ નથી, એ તે મહાપ્રયાસે મળે છે તે માટે તું નીચેને સુપ્રસિદ્ધ દાખલો વિચારી જો.
અતિ દરિદ્રી એ એક વિપ્ર હતો. મહામુસીબતે આખો દિવસ રખડી, ભિક્ષા માંગી પૂરું કરતો હતો. એને વળી પરણવાની દુબુદ્ધિ થઈ. એવા ગરીબોને મદદ કરનારા અને તેમાં ધર્મ સમજનારા આર્યદેશમાં બહુ હોય છે. એ પરણ્ય, દારિદ્ર વધ્યું અને ગુલામ દશાના એ વિપ્રે અનેક ગુલામ વધાર્યા. એ કઈ રીતે પૂરું કરી શકે નહિ. અન્નના ફાફા પડવા માંડ્યા. તે કંટાળી ઘર મૂકીને ભાગ્યે. દૂર દેશમાં ગયા. ત્યાં તપ કરવા લાગ્યા. કોઈ દેવની કૃપાથી એને ચિંતામણિ રત્ન મળ્યું. એ રત્નનો પ્રભાવ એ ગણતો કે ઈષ્ટ યાચિત વસ્તુ તેના અધિષ્ઠાતા દેવ પૂરી પાડે. બ્રાહ્મણ રાજી થયે, સમૃદ્ધિવાન થયે પણ જીરવવાની શક્તિ કેળવી નહિ. વહાણમાં બેસી દેશ આવવા નીકળ્યા. બેરી છોકરાં પણ સાંભર્યા. વહાણમાં ઊભે ઊભે વિચાર કરે છે: “હું આવું ઘર બંધાવીશ અને આવી ગાડી ખરીદીશ. આમ ચાલીશ અને આમ બોલીશ.” હાથમાં ચિંતામણિ રત્ન લઈને હર્ષમાં નાચવા-કૂદવા લાગ્યા. તેવામાં એક મેટું મેનું આવ્યું, વહાણ ડેવ્યું અને સાથે ઉછળ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org