________________
એ-ધિ-દુ ભ-ભાવના
૧૩૧
નાખવા લાગીશ તે! તે પણ ધાવાઇ જશે. આગ લાગે ત્યારે કુવા ખેાદવાના કાંઇ અર્થ નથી. તરસ લાગે ત્યારે કુવા ખાદવા જવું એ ડહાપણુ રાંડ્યા પછીના ડહાપણુ જેવું નકામું છે.
R
જો ભાઇ! અત્યારે સેાનાના અવસર છે, શુભ ચેાઘડીયુ છે, અમૂલ્ય તક સાંપડી છે. મુલતવી રાખવાનાં ફળ માઠાં થાય છે. ગયેલા અવસર ફ્રી ફ્રીને આવતે નથી. ઘણી તકેા મળી પણ તેના લાભ ન લેવાયેા એવી તારા મનમાં ‘અખળખા ’ ન રહી જાય તે વિચારજે અને ખાસ ધ્યાનમાં રાખજે કે પાણી ચાલવા માંડ્યા પછી પાળ માંધવી અશકચ છે અને તે વખતે તા જરૂર પસ્તાવેા થવાના છે, પણ એ પસ્તાવા નિરર્થક છે. તે વખતે પછી મેાઢે ગંગાજળ મૂકવામાં આવશે, ગોદાન કરાવવામાં આવશે કે ધરમાદાની રકમ જાહેર કરવાને વ્યવહાર સાચવવામાં આવશે એમાં કાંઇ પાળ અંધાવાની નથી, આત્મહિત થવાનું નથી. સાચી સમજણુ હાય તે! અત્યારથી જ પાળ બાંધ અને જીવનનું શ્રેય સાધી લે. આ ખાસ મુદ્દાની વાત છે.
છે. ૭. તુ વિચાર કર. તારું શરીર અનેક ઉપદ્રવાને આધીન છે. વ્યાધિઓની વાત ઉપર જણાવી છે. અકસ્માતાના પાર નથી. અગ્નિ, વીજળી, સર્પ વિગેરે જનાવરાના ભયના પાર નથી. તું ચાલ્યે જતા હાય અને મેટરના એક આંચકા આવે ત્યાં ખેલ ખલાસ થઇ જાય તેવુ છે. રેલ્વેમાં ઊંઘતા હોઇએ અને સાંધાવાળાની નજીવી ભૂલથી ગાડી ગખડી પડે છે અને રમત પૂરી થઈ જાય છે. ઘણીવાર મરણ ન થાય તે પણ અશક્તિ ને ખાડખાંપણ એવી આવી જાય છે કે આખી જિંદગી એજારૂપ થઇ પડે. અકસ્માતના પ્રસંગેા એકઠા કરીએ તા પૃષ્ઠો ભરાય. આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org