________________
બે ધિદુર્લભભાવના
૧૨૯ સમજવા માટે માત્ર આજુબાજુ જેવાની જ જરૂર છે. અત્યારે પણ જે ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાન રહે તે ખરે ભાગ્યશાળી સમજ. અહીં શ્રદ્ધા તે સમજણ–પૃથકકરણથી થયેલ બધિરત્નના પ્રતાપે પ્રકાશદ્વારા થયેલ માન્યતાની જ વાત છે તે લક્ષ્યમાં રહે. જ્ઞાન વગરની શ્રદ્ધા સ્થિર ટકી શકતી નથી એ જાણીતી વાત છે. બોધ-જ્ઞાનને પરિણામે થયેલ શ્રદ્ધા–પ્રેમ–અંતરને વિલાસ થાય તે ધર્મ ભાવના છે અને એવા ધર્મને સમજી, તેમાં ૮૮ રહે તે આ કાળમાં પણ જરૂર ભાગ્યવાન છે. જે ભાગ્યશાળીપણું શ્રી ઉપાધ્યાયજીના સમયમાં ગણાતું હતું તે ફરેલા સંગને અંગે આ કાળમાં અન્ય અનેક કારણેથી સવિશેષ સત્ય અને વાસ્તવિક બને છે.
૪. ૬. ઉપર જણાવ્યું તેમ અનેક ખાડાઓ વટાવીને મનુષ્યત્વ મળ્યું છે ત્યારે તું નાની નાની ખટપટોમાં પડી ગયો છે, તને અત્યારે તારી જાત પ્રત્યેની ફરજેને ખ્યાલ થતો નથી અને ઉપર ઉપરની બાબતોમાં તું અટવાઈ ગયું છે. જરા છોકરાઓ મોટા થઈ કામ ઉપાડા લેશે એટલે આત્મચિંતવન કરીશ, અમુક સંખ્યામાં પુંછ એકઠી થશે એટલે નિવૃત્ત થઈશ, પેન્શન લેવાને હક્ક થશે એટલે વાનપ્રસ્થ થઈશ. આવા આવા ગોટા વાળી મનજીભાઈને સમજાવી લે છે, પણ આ સેનાને અવસર ચાલ્યા જાય છે. જે વિચાર કર:આ વ્યાધિઓને પાર નથી. રાજ રેગ: ક્ષય, પક્ષઘાત, સંગ્રહણ વિગેરે થઈ જાય એટલે તું પરાધીન. કોઈપણ વ્યાધિ ઘર ઘાલે એટલે પરાધીનતા થાય અને એના ઉપચાર ઉપર જ ધ્યાન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org