________________
બધિદુર્લભ ભાવના
૧૨૭ ઈચ્છા નીચે એક્તા કરવાને બદલે અંતર વધતું જાય છે અને પરસ્પરના બળને કાપી નાખી સત્યને નાશ કરવામાં આવે છે જેથી અ૫ બુદ્ધિશક્તિવાળાને ગુંચવાડો વધતો જાય છે.
આ બુદ્ધિશાળીઓના મતોનું વિવેચન અત્ર કરવાને અવકાશ નથી. એક એક બાબતો પર વર્ષો પસાર થાય તેવી ચર્ચાઓ કરે છે અને યુક્તિઓ લગાવી ભાતભાતની દલીલ જનતા સમક્ષ રજૂ કરે છે. કાળવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, વિવર્તવાદ, ઈશ્વરવાદ–એવા એવા વાદોનો પાર નથી. એમાં સત્ય શાધન કરતાં અંશસત્ય પર ભારે જોર હોય છે અને જનતાને ભ્રમમાં નાખવાના કે પડી જવાના પાર વગરના પ્રસંગે હોય છે.
આવી રીતે ચારે તરફ મતે, દર્શને, પંથ, વાદ, વિવાદ અને મઠોની જાણે બજાર માંડી હોય તેવું દેખાય છે. વિદ્યાવ્યાસંગથી ભરપૂર આ કર્મભૂમિમાં બુદ્ધિશક્તિનો કયાં અને કે ઉપયોગ થયે છે એનું એક મોટું પ્રદર્શન ઊભું થાય તેવું છે અને માનષિક શક્તિના ગારવને માટે તે ગમે તેટલું જબરું કે નબળું હોય પણ સામાન્ય માણસને તો મુંઝવી નાખે તેવું હોય છે.
આ કાળમાં દેવતાઓ કોઈ જાતની સહાય કરતા નથી. અહીં આવીને કોઈ જાતની ધર્મ સંબંધી બાબતમાં મદદ કરતા નથી.
અત્યારે કોઈ પ્રત્યક્ષ જ્ઞાન-વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જ્યાં અથવા જેની પાસે તે હોય તેની નજીક જઈને શંકા સમાધાન પણ કરી શકાય. મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન કે જાતિસ્મરણ જ્ઞાન પણ પ્રાયે થતું નથી અને વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મટી ગુંચવણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org