________________
૨૪
શ્રી શાંતસુધારસ છે અને સાચું સુખ શું છે અને ક્યાં છે તેનો વિચાર કર્યા વગર ક્વચિત્ માન્યતાનાં સુખમાં અને મોટે ભાગે રખડપટ્ટીના ત્રાસમાં નવા નવા વેશ લઈ આંટા માર્યા કરે છે. એને દિશાનું ભાન નથી, એ કયાં છે તે સમજાતું નથી અને એને નીકળવાને રસ્તે સૂઝતું નથી–જડતું નથી અને કવચિત્ કઈ વીરલને એ માર્ગ જડે તેને તેઓ ગાંડો કે બાવરે ગણી એની વાત તરફ ધ્યાન આપતા નથી.
આવા જંગલમાં ભૂલા પડેલા અને કોઈ જાતના ધોરણ વગર ચારે તરફ દોડાદોડ કરનારા પ્રાણીઓને તેઓની દોડાદેડી મટાડનાર કે પુણ્યાત્મા માર્ગદર્શક થાય છે. એ એની અનુપમ વાણુ વડે રખડપટ્ટી અટકાવવાના રસ્તા બતાવે છે. એવા મહાપુરૂષને પ્રથમ કરૂણા આવે છે. એમને મનમાં એમ થાય છે કે આ બિચારા મહાજંગલમાં ખરેખર ભૂલા પડેલા છે અને હેતુ કે સાથ વગર નકામા રખડ્યા કરે છે. આવા પ્રાણીઓ ઉપર સાચી દયા લાવી એ કરૂણારસના ભંડાર મહાપુરૂષ અમૃત જેવી વાણીવડે એ રખડપાટે અટકે એવા ઉપાય બહુ પ્રેમભાવે બતાવે છે અને તેમ કરવાનો તેમને ઉદ્દેશ ભટકનારાની ભટકામણ અટકે અને તેઓને અચળ સ્થાનમાં સ્થિર વાસ થાય એ જ હોય છે.
ભવાટવીમાં ભૂલા પડેલાને ખરેખર આનંદ ઉપજાવે અને તેમને હંમેશને માટે સર્વોત્કૃષ્ટ સ્થાનકે પહોંચાડે તેવી સુંદર પરિસ્થિતિ આ થઈ. આવી વાણી જે કેઈની હોય તે ખરેખર તે વંદ્ય છે અને આનંદપ્રદ છે. આવી વાણુને પ્રસાદ જ એ અપ્રતિહત છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. સર્વ રખડપાટે અટકાવનાર આવી વાણી તમારું રક્ષણ કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org