________________
શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભામાં પિતાની છપાવેલી અને બીજી સંસ્થાઓ વિગેરેની છપાવેલી અનેક બુક
મળે છે તેમાંથી મુખ્ય મુખની
જાહેર ખબર. શ્રી સિદ્ધર્ષિગણિવિરચિતા શ્રી ઉપમિતિભવપ્રપંચા સ્થા
ભાષાંતર આ ગ્રંથ અજોડ છે. એની જોડમાં મૂકીએ તેવો કોઈ ગ્રંથ જૈન સાહિત્યમાં નથી. એમાં કથાનુગની સાથે એવી અસરકારક ભાષામાં ઉપદેશ સમાવ્યું છે કે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. એ આખા ગ્રંથનું ભાષાંતર ભાઈ મેતીચંદ ગિરધરલાલ સેલીસિટરે ઘણી સરલ ગુજરાતી ભાષામાં કરેલું છે. તે આ ગ્રંથ સભાએ ત્રણ વિભાગમાં છપાવ્યું છે. તેની બે ત્રણ આવૃત્તિઓ થઈ છે. દરેક બુકમાં સાત ઉપરાંત આઠ પેજી ડેમી પૃષ્ઠો છે. કુલ પૃષ્ઠ ૨૧૦૦ ઉપરાંત છે. ત્રણ ભાગની કિંમત નીચે પ્રમાણે રાખી છે.
વિભાગ પહેલો પ્રસ્તાવ ૧-૨-૩ કિ. રૂા. ૩-૦-૦ વિભાગ બીજો પ્રસ્તાવ ૪-૫ કિ. રૂા. ૩-૦-૦ વિભાગ ત્રીજો પ્રસ્તાવ ૬-૭-૮ કિ. રૂ. ૩-૮-૦
ત્રણે ભાગ ભેગા મંગાવનાર પાસેથી રૂા. ૮-૦૦. પિસ્ટેજ દોઢ રૂપીઆ ઉપરાંત થાય તેમ છે તેથી રેલવે પાર્સલથી મંગાવવા યોગ્ય છે. બહુ સુંદર પાકી બંધાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org