________________
નિર્જરાભાવના.
૪૯૧ રહે, પ્રતિકૂળ પરીષહ ખમે અને અનુકૂળ પરિષહમાં સપડાય નહિ. એને સમિતિ ગુપ્તિમાં રસ પડે અને ભાવનાઓ નિરંતર ભાવ્યા કરે, ચેતનરામને અજવાળે અને યતિધર્મોની સતત ઉપાસનામાં ઉઘુક્ત રહે. એની સમતા જોઈને એની પાસેથી ખસવું ન ગમે અને એ કોઈને પિતાનાં કે પારકાં ગણે નહિ.
ઉપાધ્યાયજીએ એક વાત કહી છે તે નરમ પડવા માટે નથી પણ લાક્ષણિક પદ્ધતિએ ધ્યાન ખેંચવા કહી છે. તેઓશ્રી ४ छ तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा ન ચત્તે, સીત્તે નેન્દ્રિશાળિ ૨ એટલે તે જ તપ કરવો કે જેમાં દુર્થાન ન થાય, વેગે નરમ ન પડે અને ઇંદ્રિયે ક્ષય ન પામે. આ સૂચના જ્ઞાનીને લક્ષ્ય રાખવા માટે કરી છે. આટલી વાત ધ્યાનમાં રાખી અત્યંતર તપ તરફ ધ્યાન સવિશેષ રાખવું અને તેના કારણ (ઉપબંધક-વધારનાર) તરીકે બાહ્ય તપનો આદર કરી કર્મોને નાશ કરવા દૃઢ નિશ્ચય કરે. એના પરિણામે મંગળમાળા વિસ્તરે છે. તેવા વિ તં નમંવંતિ એવા તપ કરનારને દેવે પણ નમે છે, તપ કરનાર દેવને નમાવવા તપ ન કરે પણ તપનું એ સહજ પરિણામ છે. આત્માને ઉજજવળ કરનાર, તાપને દૂર કરનાર, પાપને શમાવનાર આ ભાવનાને ખૂબ ભાવવી અને ભાવીને તેને અમલ કરે.
ઈતિ નવમી નિર્જરા ભાવના.
Innnnnnnnnnnn -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org