________________
૪૯૦
શ્રી•શાંન્તસુધાર્•સ
બ્રહ્મચર્ય, સત્ય વચન આદિ સદાચારાની સેવના કરે, ગુણુ ઉપર રાગ ધરે, ગુણીને પૂજે, માનના કદી આશ્રય ન કરે, ઠઠ્ઠામશ્કરીને ત્યાગ કરે, અભય અદ્વેષ અને અભેદને કેળવે અને ગુણના દેખાવ ન કરતાં ગુણી થવાની તીવ્ર ઇચ્છા રાખે અને તે માટે અનતે અમલ કરે. આવી રીતે રસ્તે ચઢી ગયા પછી તપના અનેક પ્રકારે તે વિચારે, તપ કરવામાં એ શરીરને હાનિ ન ધારે. તપ એ ધર્મના પાયે છે એમ સમજે. અને માટે એ દરરોજ નિયમ ધારે, વૃત્તિને સક્ષેપ કરે, જમવા બેસે તે અનેકમાંથી ઘેાડી વસ્તુએ જ લે અને અભક્ષ્ય અનંતકાયને અે પણ નહિ. એ પેટ ભરીને ખાય નહિ, ઇરાદાપૂર્વક ઊણા રહે, રસના ત્યાગ કરે, શરીર-નિર્વાહ માટે જ ખાય, ખાવા માટે જીવે નહિં, જીવવા માટે જરૂર હાય તેટલુ –શરીર ધારણ કરવા પૂરતુ અન્ન ગ્રહુણ કરે અને શરીરની નકામી આળપંપાળ ન કરે. એને નાટક ચેટક ગમે નહિ, એ પાપેાપદેશ આપે નહિ, ગપ્પાંસપ્પાં મારું નહિ અને અને તેટલાં બાહ્ય તપ કરે. એને એકાસણાં ઉપવાસાદિ કરતાં આનદ આવે. એને ખાવાનુ ઉપાધિરૂપ લાગે.
આ રીતે શરીરને કેળવવાની સાથે મનમાં અને જ્ઞાન પર અગાધ રૂચિ હાય. એ ક્ષયાપશમ પ્રમાણે જાણે, વસ્તુના હાર્દમાં ઉતરે, વૈયાવચ્ચ વિનયમાં તત્પર રહે, સેવાભાવે માંદાની માવજત કરે, વૃદ્ધની સેવા કરે, થયેલ પાપની આલેાચના કરે અને જેટલેા સમય મળે તેમાં સ્વાધ્યાય કરે. બાકીના વખતમાં સાનની ભાવના કરે, કાર્યોત્સર્ગ કરે. આ રીતે મન-વચનકાયાના ચેાગા ઉપર અંકુશ મેળવે અને આત્મપ્રગતિ કરતા એ આગળ વધ્યે જાય. એમાં એને કોઈ વખત કર્મના ઉદચથી અશાતા થાય તે એ મુંઝાય નહિ, એ પરિષહમાં રાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org