________________
નિર્જરાભાવના.
૪૫૫
બે–આર્સ અને રેશદ્ર ત્યાજ્ય છે તે ધ્યાનમાં રાખવું. ધર્મ તથા ગુલની ભાવના નિર્જરા કરે છે તે અત્ર વક્તવ્ય છે.
૬ ઉત્સર્ગ–કાઉસ્સગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. બાહ્ય અને અત્યંતર સર્વ વસ્તુઓનો ત્યાગ. બાહ્યમાં ગણનો ત્યાગ, શરીરને ત્યાગ, ઉપધિત્યાગ અને અશુદ્ધ ભાત પાણીનો ત્યાગ અને અભ્યતરમાં કષાય, મિથ્યાત્વ, સંસારનો ત્યાગ.
આ રીતે છ પ્રકારનો અત્યંતર તપ છે.
આ બાહ્ય અત્યંતર તપથી આત્મા સાથે લાગેલાં કર્મો દૂર થઈ જાય છે. સામાન્ય રીતે તપમાં માત્ર ઉપવાસ, આયંબિલાદિને સમજવામાં આવે છે, એને મહિમા પણ ઘણે મોટા છે, પણ તપ શબ્દ ઘણું વિશાળ અર્થમાં વપરાયેલ છે એ વાત ખૂબ સમજવા ગ્ય છે. જે અત્યંતર તપને પૃથકકરણ કરીને વિસ્તારથી સમજવામાં આવે તો તેમાં સંવરના લગભગ સર્વે પ્રકારોનો સમાવેશ થાય છે. ત્યાગની શરૂઆત અને તેનું પર્યાવસાન તપમાં જ આવે છે અને દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મોમંગલમુકિકઠું” એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ કહ્યું છે તેની સાથે જ ધર્મના ત્રણ પ્રકાર બતાવ્યા છે. અહિંસા, સંજમ અને તપ. આ મુદ્દા પર વિવેચન આગળ કરવાનું રાખી અત્ર તે એક જ વાત કરવાની છે કે તપ એ આત્મધર્મ છે, આત્માના વિકાસ માટે અતિ ઉપયેગી તત્વ છે અને એની વિચારણામાં બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારને ખબ ધ્યાનમાં રાખવાના છે. તેમાં પણ બાહ્ય કરતાં અત્યંતરતપની જરૂર વિશેષતા છે, છતાં બાહ્ય તપે અત્યંતર માટે પ્રબળ નિમિત્તે કારણે છે. આટલે પરિચય નિર્જરાને કરી આપણે ભાવનામાં પ્રવેશ કરીએ. ખૂબ આનંદથી આ ભાવના આત્મવિકાસ માટે ભાવવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org