________________
૪૩૮
શ્રી-શાંતસુધારસ
શકય નથી. જ્ઞાન-ક્રિયા બન્નેની એક સાથે આવશ્યકતા છે. પરિણતિની નિર્મળતા ઉપર આશ્રવના નિધન ખાસ આધાર છે અને એ જ સંવર છે. અધ્યવસાને જેમ બને તેમ નિર્મળ કરવાની અત્યંત આવશ્યકતા એટલા માટે છે કે છેવટે કર્મબંધનો કુલ આધાર અધ્યવસાય ઉપર નિર્ભર રહે છે.
હવે છેવટે તારા પોતાના સ્વરૂપને ઓળખ. તારા જે સહભાવી ધર્મો છે તે “ગુણ” કહેવાય છે. તારામાં અનંત જ્ઞાન-દર્શનચારિત્ર–ઉપયોગ અને વીર્ય આદિ અનેક ગુણે છે. એ નિરંતર સાથે રહેનાર છે અને વારંવાર ફરનારા રૂપ તે પર્યા છે. જીવ પંચેંદ્રિય થાય, મનુષ્ય થાય, દારિક કે વૈકિય શરીરવાળો થાય, સુસ્વર યુક્ત થાય, સારા રૂપવાળે–દેખાવડે થાય એ વિગેરે પરિવર્તન પામનારા ધર્મો “પર્યાયે” કહેવાય છે. ગુણ નિરંતર સાથે રહે છે, પર્યાયે ફરતા જાય છે. બોધસ્વભાવ જ્ઞાન છે. પરભાવનિવૃત્તિસ્વભાવ એ ચારિત્ર છે. આત્માને–ચેતનને બરાબર ઓળખવે, એના મૂળ ગુણે સમજવા, એના વિભાવે અને પર્યાયને પારખી લેવા, એના ઉપગલક્ષણને સમજવું અને એની કર્મ પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધયોગ છે. આ ચેતનને તું બરાબર ઓળખ.
ચેતનને તું ઓળખીશ એટલે તારી જાતને તું ઓળખીશ. તું કેણ છે અને કયાં આવી ભરાણે છે તે બરાબર સમજ. તારે આશ્રવદ્વારે બંધ કરી સંવર કર હોય તે તારી જાતને ઓળખ અને એના ખરા સ્વરૂપમાં એને બહાર લાવ.
૮ તીર્થકરમહારાજે તારે માટે સદુપદેશ ભરી–ભરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org