________________
४२०
શ્રી શાંતસુધારસ
સંવર
દ્વારા અથવા પ્રાપ્ત
એ આશ્રવને અટકાવવાના જે જે માર્ગો હોય તેને આપણે શોધીએ, જ્યાં એને રૂંધવાનો સંભવ હોય તેવા ઉપાયને પણ શોધીએ, એ શોધનના કાર્યમાં પ્રબ આંતરદષ્ટિએ વિચારણ કરીએ અને એ ઉપાચનો ઉપયોગ કરવામાં અંતરંગ જુસ્સાથી ઉદ્યોગ આદરી દઈએ. ચેતનજીને એ ઉપાયને આદર કરવાને અન્ન આગ્રહપૂર્વક ઉપદેશ છે. “આશ્રવને નિધ” એ જ સંવર છે. જે ગરનાળાં ઉઘાડાં પડયાં છે તેની સામે બારણાં બંધ કરે તે “સંવર.” જે રસ્તે કર્મોને પ્રવાહ ધેધબંધ ચાલ્યો આવે છે તેની સામે બારણું બંધ કરી દે તેવા માર્ગો તે “સંવર.” પાણીનાં ગરનાળાં બંધ કરવા માટે જે બારણાં હોય છે તે લોઢાનાં અથવા મજબૂત લાકડાનાં હોય છે. કયા પ્રાણીને કયા માર્ગેથી એ દ્વાર પ્રાપ્ત થશે તે ચોક્કસ કહી શકાય નહિ, તેથી અનેક જાતિનાં દ્વારા આ પ્રકરણમાં બતાવશે, તેમાંથી જે અને જેટલાં કારેને–અનુકૂળ જણાય તે સર્વને ઉપગ કરે. એકાદ દ્વારથી સંતોષાઈ જવાનું કારણ નથી. આકરા કેસમાં આપણે એકસીજનના સીલીંડે રે લઈ આવીએ, ઈજેકશન મૂકીએ, માથે બરફ મૂકીએ, છાતી પર પિોટીસ મૂકીએ અને બીજા અનેક પ્રયોગો એક સાથે કરીએ તેમ જેટલાં બને તેટલાં સંવરનાં દ્વાર સમજી, તેની ઉપયુક્તતા સમજી તેને આદરી લેવાની અને તેને ઉતાવળે અમલ કરવાની જરૂર છે. આવો આકરા છે તેથી પ્રવેગ પણ આકરા કરવા પડશે, પણ રીતસર કામ લેવાશે તો કષ્ટસાધ્ય કેસ હશે તે અંતે યશ મળશે. આ દ્વારે આપણે તપાસીએ. - ૪ ૨. હવે સંવરને કઈ કઈ બાબતમાં લાગુ પાડવા તેના થોડા દાખલાઓ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org