________________
સંવરભાવના––
પરિચય –
૪ ૧. આશ્રની હકીક્તથી ગભરાઈ જવાય તેવું છે. એ સર્વ દરવાજા ખુલ્લા રહે તો આ જીવને આરે ક્યારે આવે તે વાત કાંઈ બંદબેસતી નથી. ત્યારે હવે કરવું શું? આશ્રનું ખેતર એટલું વિશાળ છે કે એને કાંઈ પાર દેખાતો નથી અને આ તે મુંઝવી મારે એવી વાત છે. એટલે હવે રસ્તો કેવી રીતે કાઢવો?
તેથી ગ્રંથકર્તા કહે છે કે જે જે રસ્તે એ આશ્રવન અટકાવ થાય છે તે ઉપાયને શોધી કાઢીને તેને અમલમાં મૂકી દેવા જોઈએ. આપણે જરા માંદા પડયા હોઈએ તે ડકટરે કહે તેવા પ્રાગે કરીએ છીએ, ડોકટર કહે કે શસ્ત્રપ્રવેગ (ઓપરેશન) કરાવવા મુંબઈ કે મીરજ જાઓ તો ત્યાં જઈએ છીએ અને એવી શારીરિક કે બીજી કોઈ પણ અગવડ હોય તો તેને દૂર કરવાને ઉપાય આપણે શેધીએ છીએ.
આપણે અગવડ દૂર કરવાના ઉપાય શોધીએ છીએ એટલું જ નહિ પણ એને અંગે અંતરમાં ખૂબ વિચાર કરીએ છીએ, એ ઉપાય અજમાવવા ઉદ્યમ કરીએ છીએ અને છેવટે કાંઈ નહિ તો અગવડ મટવાની માત્ર સંભાવના જ હોય તે પણ તે અજમાવવાનું ચૂકતા નથી. આપણે શરીર કે ધનને અંગે છેવટ તક (ચાન્સ) પણ લઈએ છીએ. એ જ મિસાલે આ આત્મતત્ત્વને ચારે બાજુએ ઘેરી બેઠેલા અને એનામાં વધારે કરનારા, એને ભારે કરનારા, એને રખડાવનારા આશ્રોને આપણે જે બરાબર ઓળખ્યા હોય અને એ આત્માને હેરાન કરનારા છે એની આપણને ખરેખર ખાત્રી થઈ ગઈ હોય તો આપણે એના સંબંધમાં નિશ્ચિત રહી ન જ શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org