________________
૩૮૪
શ્રી શાંતસુધારસ સંસારના રંગરાગમાં મહી જાય છે. એવા પ્રાણીઓમાં વિચાર નથી, શ્રદ્ધાન નથી, વિવેક નથી. એ અનભિગ્રહિક છે. વળી કેટલાકને સાચા ઉપદેશ ન મળે તેથી અથવા અશ્રદ્ધાથી જેમને ખેાટે માર્ગ મળે છે તેઓ અભિગ્રહિક છે. પ્રથમમાં વિચાર નથી; બીજામાં શુદ્ધ શ્રદ્ધાન નથી. કોઈક વળી સાચું સમજે છતાં અભિનિવેશ કરી પોતાની માન્યતામાં ચુસ્ત રહે છે અને કસોટીમાંથી પસાર થવા સાફ ના પાડે છે.
શુદ્ધ દેવને ઓળખવા, અને એને ઓળખાવે એવા સુગુરૂને ચેગ મેળવે એવા ગુરૂ સાચો ધર્મ બતાવે ત્યારે જ આ અજ્ઞાનદશા-મિથ્યાત્વ દૂર થાય છે. ત્યાં સુધી પ્રાણીઓ કુરુરૂના ઉપદેશથી અથવા પિતાની બુદ્ધિશક્તિ ઉપર પેટે આધાર રાખી, આખી દુનિયાના ડહાપણના દાવા નીચે મોક્ષને માર્ગ છેડી, પિતાના આત્માને કર્મભારથી ભારે કરનારી મિથ્યાક્રિયામાં પડી જાય છે અને ઉલટા આત્મકલ્યાણને દૂર કરે છે. ઘણું તે સાચું સમજતા જ નથી અને જ્યાં ત્યાં માથાં માર્યા કરે છે. ઘણા એ તરફ બેદરકાર રહે છે અને ઘણું પિતાની રસવૃત્તિમાં એટલા આસક્ત બની જાય છે કે એને ધર્મ ” હંબગ લાગે છે. કેટલાક તે સાંસારિક ક્રિયામાં નિમગ્ન થઈ ભારે થાય છે અને કેટલાક હિંસામાં ધર્મ માની નિરર્થક ક્રિયા કરે છે.
જ્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બાધ ન થાય ત્યાં સુધી મેક્ષને રસ્તે છેડીને પ્રાણી સંસારને માર્ગે આગળ વધે છે. ચોગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછો પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગેથી દૂર ભાગે છે. આ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે અને એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org