________________
આવભાવના.
૩પ૯ આવી રીતે જે કર્મબંધ થાય છે તે બંધહેતુઓથી થાય છે. એ બંધહેતુઓ એટલે કર્મબંધનનાં કારણે. એના મુખ્ય ચાર પ્રકાર છેઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ.
મિથ્યાત્વ–એટલે વસ્તુઓનું વિપરીત દર્શન. શુદ્ધ દેવગુરૂ–ધર્મ ઉપર શ્રદ્ધાનો અભાવ અને અન્ય તરફ આદર. સંશય, અભિનિવેશ અને વિપર્યય એ સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. એ અજ્ઞાન છે અને વિવેક વગરના જ્ઞાનીને પણ શક્ય છે.
અવિરતિ–ત્યાગભાવ. દોષોથી પાછા હઠવાના નિશ્ચય અભાવ. પચ્ચખાણ રહિત દશા.
કષાય-ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, દુગંછા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ.
યોગ-મન-વચન-કાયાનું પ્રવર્તન. આના અનેક ભેદ-ઉપભેદ છે. એ કર્મબંધનના હેતુઓ છે.
હવે આપણે આશ્રવની વાત કરીએ. જે માર્ગોએ કર્મો આવે, કર્મનું આશ્રવણ થાય તે રસ્તાઓને “આશ્રવ” કહે છે. એક મોટા સરેવર–તળાવમાં પાણી આવવાનાં ગરનાળાને આશ્રવ કહેવાય. એક મેટા મહેલમાં હવા આવવાના બારીબારણાં હોય તે આશ્રવ કહેવાય. એક પાણીને અવાડે હોય અને તેમાં જે નળ દ્વારા જળ આવે છે તે નળને આશ્રવ કહેવાય. એક કે ઠારમાં અનાજ ભરાતું હોય અને બીજી બાજુ નીકળતું હોય એ ભરવાના માર્ગોને આશ્રવ કહેવાય. કર્મ આવવાના માર્ગોને નીચે પ્રમાણે વિભાગ પાડી શકાય છે. સંક્ષેપ વર્ણન જ અત્ર કરાય છે.
તેમ
જ ભાવ આવ ય છે. “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org